મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લક્કી ગ્રુપની જેમ ગામે ગામ ચકલી બચાવ ઝુંબેશ ચલાવવામાં આવે તો જરૂર ચી..ચી...સંભાળવા મળશે


SHARE











મોરબીના લક્કી ગ્રુપની જેમ ગામે ગામ ચકલી બચાવ ઝુંબેશ ચલાવવામાં આવે તો જરૂર ચી..ચી...સંભાળવા મળશે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કાર્યરત લક્કી ગ્રુપ દ્વારા ચકલીઓને બચાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને તેના માટે કોઈની પણ પાસે હાથ લાંબો કર્યા વગર તેઓ ચકલી બચાવવા માટે કામ કરી રહ્યા છે જેના માટે દર વર્ષે પોતાના ખિસ્સામાંથી યુવાનો રૂપિયા નાખીને વિશ્વ ચકલી દિને હજારોની સંખ્યામાં ચકલીના માળાઓનું વિતરણ કરે છે

આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે મોરબીમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં 16 જેટલા યુવાનોનું લક્કી ગ્રુપ કાર્યરત છે આ લક્કી ગ્રુપના મોહિત ઘોડાસરાએ જણાવ્યુ હતું કે, કોઈની પાસેથી દાન લીધા વગર પોતાના ખિસ્સાના રૂપિયામાંથી ચકલીના માળા બનાવવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષથી આ ચકલી બચાવો ઝુંબેશ લક્કી ગ્રુપ દ્વારા શરુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ મળીને બે લાખ જેટલા ચકલીના માળાનું આ ગ્રુપ દ્વારા વિતરણ કરી દેવામાં આવ્યું છે અને આ વર્ષે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 10 હજાર જેટલા ચકલીના માળ અને 3 હજાર જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવા માટેનું આયોજન આ ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે

લક્કી ગ્રુપ સભ્ય સંજયભાઇ પટેલ સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, આજથી 15 વર્ષ પહેલા બધા મિત્રો બેઠા હતા ત્યારે કોઈ ન કરતુ હોય એવું કૈક કરવાનું નક્કી કરી રહ્યા હતા ત્યારે દિન પ્રતિદિન લુપ્ત થતી ચકલીને બચાવવાનું નક્કી કર્યું હતું ત્યાર બાદ જુદી જુદી જગ્યાએથી નાનામોટી રોજગારી મેળવતા શ્રમજીવી યુવાનો દ્વારા કોઈની પાસેથી ફંડ ફાળો એકત્રિત કર્યા વગર જ ચકલીને બચાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને લોકો તરફથી આ યુવાનોનો ઉત્સાહ વધારવા માટે પુરેપુરો સહકાર આપવામાં આવે છે માટે આ ગ્રુપના યુવાનો દ્વારા કોઈની પાસે હાથ લાંબો કાર્ય વગર જાત મહેનત કરીને ચકલી બચાવવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને મોરબીના આજે જાહેરમાં ચકલીના માળાનું વિતરણ કર્યું છે અને હવે આસપાસના ગામોમાં જઈને વિના મુલ્યે ચકલીના માળા લોકોના ઘરે ઘરે જઈને આ યુવાનો ચકલીના માળા આપવામાં આવશે.

ન માત્ર એક દિવસ પરંતુ આ ગ્રુપની સાથે જોડાયેલા યુવાનની શહેરના સામાકાંઠે વિસ્તારમાં દ્રષ્ટિ ઓપ્ટીકલ નામની દુકાન આવેલ છે જ્યાંથી લોકોને બારે મહિના ચકલીના માળાનું વિનામૂલ્યે જ વિતરણ કરવામાં આવે છે જો આવી જ રીતે દરેક લોકો ચકલી બચાવવા કામ કરશે તો ફરી પાછુ ઘરઘરમાં ચકલીનું ચી..ચી...સંભાળવા મળશે તે હક્કિત છે જો કે, આજે વિશ્વ ચકલી દિને મહારાણા પ્રતાપ સર્કલ પાસે રાહદારી લોકોને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત આગમી દિવસોમાં જેટલા માળા તેઓની પાસે હશે તેને લોકોના ઘર કે કારખાને જઈને તેમને આપવામાં આવશે.






Latest News