મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડમાં 17 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
SHARE









મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડમાં 17 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર ખાટકીવાસ નજીક તથા લાલપર ગામ પાસે હોટલની પાછળના ભાગમાં દારૂની બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને 17 બોટલ દારૂ સાથે બે શખ્સને પકડવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર ખાટકીવાસ નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 15 બોટલ મળી આવતા પોલીસે 8,400 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઈ કુરેશી (29) રહે. તલાવડી શેરી ખાટકીવાસ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લવેલ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે આવી જ રીતે મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ આદિત્ય હોટલ પાછળના ભાગમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલ સાથે એક શખ્સ મળી આવતા પોલીસે 1282 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને ઉમેશભાઈ દિનેશભાઈ સનુરા (23) રહે. ત્રાજપર ઓરિએન્ટલ બેંક વાળી શેરી મોરબી વાળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂની ભઠ્ઠી
મોરબીના લીલાપર રોડ ઉપર તૂટેલા પુલથી આગળના ભાગમાં વોકળાના કાંઠે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 50 લીટર આપો તથા 100 લિટર દેશી દારૂ અને ગેસના બે બાટલા તેમજ ચૂલો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 27,100 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી રણજીતભાઈ નાગજીભાઈ દેગામા (29) રહે. લીલાપર રોડ રામદેવપીરના મંદિરની પાછળ મોરબી તથા મહેન્દ્રભાઈ ગોરધનભાઈ પરમાર (39) રહે. લીલાપર રોડ નીલકમલ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને સામે ગુનો નોંધાયેલ છે

