મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડમાં 17 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
મોરબીના 602 જમીન કૌભાંડ: રજૂ કરેલ બોગસ દસ્તાવેજ મુજબ પિતાને અવસાનના 48 વર્ષ બાદ વારસદાર બનેલ દીકરી હવે પોલીસને મળતી નથી !?
SHARE









મોરબીના 602 જમીન કૌભાંડ: રજૂ કરેલ બોગસ દસ્તાવેજ મુજબ પિતાને અવસાનના 48 વર્ષ બાદ વારસદાર બનેલ દીકરી હવે પોલીસને મળતી નથી !?
મોરબીમાં બોગસ મરણના દાખલના આધારે રજૂ કરેલ દાખલાની તારીખથી ગણીએ તો પિતાના અવસાનના એક કે બે નહીં પરંતુ 48 વર્ષ બાદ કહેવાતી દીકરીએ વજેપર ગામ સર્વે નંબર 602 વાળી કરોડો રૂપિયાની જમીનમાં વરસાઈ એન્ટ્રી કરાવી હતી અને ત્યાર બાદ આ જમીને તાત્કાલિક વેંચી નાખવા માટેનો દસ્તાવેજ પણ કરવામાં આવેલ છે જેથી કરીને જમીનના મૂળ માલિક દ્વારા ન્યાય મેળવવા માટે સ્થાનિક અધિકારીઓથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસે થોડા દિવસો પહેલા ભોગ બનેલા વૃદ્ધની ફરિયાદ લીધેલ હતી જો કે, તેનાથી ફરિયાદીને જ સંતોષ નથી માટે જ તો તેને બીજા જ દિવસે એસપીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરેલ છે જો કે, બનાવવામાં આવેલ બોગસ સરકારી રેકર્ડ મુજબ પિતાના અવસાન 48 વર્ષ બાદ વારસદાર બનેલ દીકરી સહિત બે સામે ફરિયાદ નોંધાયેલ છે જો કે, હવે આ દીકરી પોલીસને શોધવા છતાં પણ મળતી નથી જેથી કરીને પોલીસે લીધેલ ફરિયાદ સામે તો અસંતોષ છે જ પરંતુ તપાસ પણ આરોપીઓને તક મળે તેવી રીતે ગોકળગતી કરવામાં આવી રહી છે તેવો ગંભીર આક્ષેપ ફરિયાદી કરે છે.
મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ (65) એ ગત તા.15 ના રોજ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન મનજીભાઈ પરમાર રહે.ત્રાજપર ખારી, મોરબી-૨ અને સાગર અંબારામભાઈ ફુલતરીયા રહે.તરઘરી વાળાની સામે જમીન કૌભાંડની ફરીયાદ નોંધાવેલ હતી. જો કે, તેઓની માલીકીની જમીનમાં કૌભાંડ કરવામાં આવ્યું હોવાની જાણ થતાની સાથે હાલના ફરિયાદી દ્વારા ગત જાન્યુઆરી મહિનાથી સ્થાનિક અધિકારીથી લઈને મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સુધી રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે બાદ તેઓની માલીકીની જમીન માટે ભેજાબાજ શખ્સો દ્વારા કરવામાં આવેલ જમીન કૌભાંડની ફરિયાદ પોલીસે લીધેલ છે. પરંતુ અરજદાર દ્વારા તેઓની પહેલી અરજીથી જે લોકોના નામ જોગ રજૂઆતો કરી રહ્યા છે તે રજૂઆતો અને લેખિત ફરિયાદને ધ્યાને લઈને પોલીસે ભોગ બનેલા વૃદ્ધની ફરિયાદ લીધેલ નથી જેથી ફરિયાદથી ફરિયાદીને જ સંતોષ નથી.
ઉલ્લેખનીય છે કે, ગત તા. 10/7/24 ના રોજ ફરિયાદીની જમીનમાં વારસાઈ કરવા માટે શાંતાબેન વા/ઓ મનજીભાઇ પરમારએ ખોટુ સોગંદનામુ કરી તેના આધારે ખોટો વારસાઈ પેઢી આંબો બનાવ્યો હતો.શાંતાબેન બેચરભાઈ ડાભી કે જે મનજીભાઈ ૫રમારના પત્નીએ સર્વે નંબર- ૬૦૨ વાળી જમીનના મુળ માલિક સ્વ.બેચરભાઈ ડુંગરભાઇ નકુમની દિકરી શાંતાબેન બેચરભાઈ ડાભી હોવાની ખોટી શાખ ઉભી કરી હતી અને આ કિંમતી જમીનમાં પોતે વારસાઇ નોંઘ પાડવા મામલતદાર ઈ-ધારા કેન્દ્ર મોરબીમાં તા.16/7/24 ના રોજ હક્ક પત્રકની નોંઘ દાખલ કરવા અરજી કરેલ હતી. જેમાં અરજદાર તરીકે શાંતાબેન બેચરભાઈ ડાભી વા/ઓફ મનજીભાઈ પરમાર રહે.ત્રાજપર ખારી મોરબી-૨ દર્શાવ્યુ છે.જોકે તેઓ કોળી જ્ઞાતિના છે તેમજ તેમના પિતાનું નામ ગેલાભાઈ ખોડાભાઈ કારૂ છે તેમ છતા ફરીયાદીના પિતાના વારસદાર તરીકે ખોટુ સોગંદનામું કર્યુ હતુ.! તો પણ ફરિયાદ નોંધાયાના આટલા દિવસો પછી પણ આ ગુનામાં હજુ સુધી આરોપી પકડાયેલ નથી.
અત્રે ઉલેખનીય છે કે, ફરિયાદી ભીમજીભાઈ નકુમના પરિવારજન પાસેથી મળેલ માહિતી મુજબ ખોટા આધાર પુરાવાઓની સાથે જે બે મરણના દાખલા રજૂ કરવામાં આવેલ છે તેની માહિતી પાલિકામાંથી માંગી હતી જેમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા જે લેખિતમાં જવાબ આપવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ભીમજીભાઇ નકુમ દ્વારા ડાયબેન બેચારભાઈ ડાભીના મરણનો દાખલો નોંધણી ક્રમાંક 752 તા 19/7/1982 અને બેચારભાઈ ડુંગરભાઈ ડાભી ડાભીના મરણનો દાખલો નોંધણી ક્રમાંક 74 તા 18/3/1982 ના બે મરણ દાખલા રજૂ કરવામાં આવેલ છે જે બંને મરણ દાખલામાં રજૂ કરવામાં આવેલ નોંધણી નંબર અને તારીખની રેકોર્ડ તપાસણી કરતાં તે નોંધણી નંબર અને તારીખ મુજબ નોંધ નથી.
એટ્લે કે બેચારભાઈ ડુંગરભાઈ ડાભીનું અવસાન તા 8/3/1976 ના રોજ અને તેની માતા ડાયબેન બેચારભાઈ ડાભીનું અવસાન તા 13/3/1982 થયું હોવાના જે મરણના દાખલા રજૂ કરવામાં આવેલ છે તે બંને ખોટા હોવાનું સામે આવ્યું છે તો પણ પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકેલ નથી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, જે રીતે સરકારી ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં દર્શાવ્યા મુજબ બેચારભાઈ ડુંગરભાઈ ડાભીનું અવસાન તા 8/3/1976 માં થયેલ છે ત્યાર થી લઈને વર્ષ 2024 સુધી માં તેની એકની એક દીકરીને ખબર ન હતી કે તેના પિતાની જમીન મોરબીના વજેપર ગામે આવેલ છે ? અને જો દીકરી સાચી હોય તો હજુ સુધી પોલીસ સમક્ષ કેમ હજાર થયેલ નથી ? પોલીસને શોધવા છતાં પણ કેમ બોગસ દસ્તાવેજ આધારે વારસાઈ કરાવવા માટે બનેલ દીકરી મળતી નથી ? આટલું જ નહીં જેના નામે દસ્તાવેજ કરવામાં આવેલ છે તે સાગર અંબારામભાઈ ફુલતરીયા રહે.તરઘરી વાળો પણ મળતો નથી જેથી પોલીસે આ બંનેને આગોતરા જામીન મળી જાય તેના માટે તપાસમાં ઢીલીનીતિ રાખી રહી છે તેવા અનેક સવાલો હવે પોલીસની તપાસ સામે ફરિયાદી ઉઠાવે છે.

