મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્ત્રી મતદારોની ઓછી નોંધણી બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીની ખાસ કવાયત 


SHARE













મોરબીમાં સ્ત્રી મતદારોની ઓછી નોંધણી બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીની ખાસ કવાયત

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડે સ્ત્રી મતદારોની ઓછી નોંધણી બાબતેમતદાન મથકોની મુલાકાત લઈ બી.એલ.ઓ. ને જરૂરી માર્ગદર્શન આપ્યું 

તા.૦૧-૦૧ લાયકાત સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ભારત ચૂંટણીપંચ દ્વારા હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવા માટે ખાસ ઝુંબેશના દિવસો યોજી મતદારયાદી સુધારણા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેને ધ્યાને લઈ ટંકારા અને વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં જ્યા જેન્ડર રેશિયો ઓછો છે એટલે કે જે બુથમાં પૂરૂષોના સાપેક્ષમાં સ્ત્રી મતદારોના નામોની નોંધણી ઓછી થયેલ છે. તેવા ગામોની નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ.એમ. કાથડે મોરબી, ટંકારા, વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને એચ.ડી. પરસાણિયા, મામલતદાર (ચુંટણી) મોરબી દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી અને જે બુથોમાં સ્ત્રી મતદારોની નોંધણી ઓછી હોવા બાબતેના કારણો જાણી તેના નિવારણ માટે BLOને જરૂરી સુચના આપીને વધુને વધુ સ્ત્રી મતદારોના નામો મતદારયાદીમાં જોડાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.   

વધુમાં મતદારયાદી ઝુંબેશના હજૂ તા.૨૭-૧૧ (શનિવાર) અને તા.૨૮-૧૧ (રવિવાર) ના બે દિવસો બાકી છે. આ દિવસો દ્વારા મોરબી જિલ્લામાં કોઇ પણ લોકો  મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા, કમી કરવા માટે વંચિત ન રહે તે માટે દરેક મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી બેસી ઉક્ત કામગીરી કરશે. તેમજ જે લોકોને બુથ પર ન જવુ હોય તે લોકો NVSP, VHA નો ઉપયોગ કરી પોતાના હક્ક-દાવા રજુ કરી શકે છે અને આ બાબતે કોઇ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ૧૯૫૦ ટોલ ફ્રી નંબરમાં ફોન કરી પોતાની દુવિધાનો ઉકેલ મેળવવા માટે જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી જે.બી.પટેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.
 






Latest News