મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નગરપાલીકાના ૨ કરોડના સી.સી. રોડના ખાતમુહૂર્ત કરતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા


SHARE

















સોસાયટીના રહેવાસીઓની રસ્તાઓની હાડમારી હવે દુર થશે

મોરબી નગરપાલીકાની પાંચ સોસાયટીઓના સી.સી.રોડના અંદાજે ૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામોનું ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રનિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ખાતમૂહુર્ત પ્રસંગે વિવિધ સ્થાનો પર આયોજિત સમારંભમાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહનિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે સોસાયટીઓમાં સી.સી. રોડ બની જતા રહેવાસીઓની રસ્તાઓની હાડમારી દુર થશે તેમજ સોસાયટીની સુવિધામાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે મંત્રી દ્વારા મોરબી શહેરના આશાપાર્ક સોસાયટી, હરીપાર્ક સોસાયટી, કેદારીયા હનુમાનજીથી ગાયત્રી આશ્રમ રોડ, સાધુ વાસવાણી સોસાયટી તેમજ સુમતિનાથ સોસાયટીઓના રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.આ અવસરે નગરપાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ જારીયા, દેવાભાઇ અવાડીયા, સુરેશ દેસાઇ, પ્રકાશ ચબાડ, ભાવેશ કંઝારીયા, નગરપાલીકાના વિવિધ સમિતિના ચેરમેનો, નગરપાલીકાના કાઉન્સિલરો, સ્થાનિક અગ્રણીઓ તેમજ રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 



Latest News