મોરબીમાં સીલીકોસીસ પીડીત સંઘના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને કરાઇ રજૂઆત
મોરબીની ત્રાજપર ચોકડીથી ગુમ થયેલ બાળકનું માતાપિતા સાથે મિલન કરાવતી પોલીસ
SHARE








મોરબીની ત્રાજપર ચોકડીથી ગુમ થયેલ બાળકનું માતાપિતા સાથે મિલન કરાવતી પોલીસ
મોરબી જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં "SHE TEAM" કાર્યરત છે અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યે ત્રાજપર ચોકડી પાસેથી પાંચ વર્ષનું વાલીવારસ વગરનુ બાળક મળી આવ્યું હતું જેથી તેને સાથે રાખી તુરંત સ્થળ ઉપર બાળકના વાલીવારસ શોધવા પ્રયત્નો શરૂ કર્યા હતા જો કે, તેના વાલીવારસ ત્યારે મળી આવ્યા ન હતા જેથી બાળકને પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતા અને મોરબી સીટી બી ડીવીઝનની સી-ટીમે બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત કરી રહી હતી અને મોરબી ઇન્દીરાનગરમાં રહેતા નામે નવઘણભાઇ સુંદરજીભાઇ ધોળકિયા (29) વાળાને શોધી ખાતરી કરીને બાળક તેના માતા પિતાને સોંપી આપેલ છે.

