મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત પકડાયા


SHARE













મોરબીના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત પકડાયા

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીને આધારે સ્ટાફે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા જૂના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં રેડ કરી હતી.ત્યારે ત્યાં મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગાર રમવામાં આવતો હતો.જેથી જુગાર રમી રહેલા સાત ઇસમો રોકડ રકમ સાથે પકડાયા હોય પોલીસે સાતેયની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફને મળેલ બાતમીને આધારે મોરબીના નાગડાવાસ ગામે રામજીમંદીરની બાજુમાં રહેતા હિતેશભાઈ ભોગીલાલ મહેતા (બ્રાહ્મણ) ના રહેણાંક મકાનમાં આજ તા.૨૭-૩ ના વહેલી સવારે એકાદ વાગ્યે રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાં રહેણાંક મકાનમાં જુગાર રમવામાં આવી રહ્યો હોય ઘરધણી હિતેષભાઇ ભોગીલાલ મહેતા (ઉ.વ.૪૯) ધંધો ગેરેજ રહે.જુના નગડાવાસ, પ્રશાંતભાઇ ઉર્ફે હકાભાઇ પ્રભાતભાઇ ધ્રાંગા (ઉ.વ.૪૩) રહે.વિધુત્તનગર સર્કિટ હાઉસની સામે મોરબી-૨, બિજલભાઇ અણદાભાઈ સુરેલા (ઉ.વ.૪૨) રહે.સોખડા, દિલીપભાઇ લાભુભાઈ સુરેલા (ઉ.વ.પર) રહે.સોખડા, જયેશભાઇ ઉર્ફે જયલો ગગુભાઈ મીયાત્રા (ઉ.વ.૩૬) રહે.જુના નાગડાવાસ, માવજીભાઇ સુખાભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) રહે.જુના નાગડાવાસ અને વનરાજભાઇ રામજીભાઇ થરેસા (ઉ.વ.૪૦) રહે.જુના નાગડાવાસ જુગાર રમતા મળી આવેલ હોય રૂા.૬૯,૦૫૦ ની રોકડ જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી પંચાસર રોડ શ્યામ પાર્ક ખાતે રહેતા સંજયભાઈ ધનજીભાઈ પાડલીયા નામનો ૪૦ વર્ષનો યુવાન દુકાનેથી પરત ઘરે જતો હતો ત્યારે પંચાસર રોડ ભાભા એક્સપોર્ટ નજીક બાઇક સ્લીપ થવાની ઘટનામાં ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબી નવલખી રોડ ભુચરની વાડી સિલ્વર પાર્ક નજીક રહેતા મનિષાબેન મનોજભાઈ ડાભી નામના ૩૭ વર્ષીય મહિલાને વાવડી રોડ ઉપર બાપાસીતારામ મઢુલી નજીક બાઇક સ્લીપ થવાની ઘટનામાં ઇજાઓ થવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.તે રીતે જ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મુસ્તાકભાઈ હાસમભાઇ કલાડિયા નામના ૪૬ વર્ષના યુવાનને વાવડી રોડ કેજીએન પેટ્રોલ પંપ પાસે બાઈક સ્લીપ થવાની ઘટનામાં ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના મહેન્દ્રપરાના ઝાંપા પાસે રહેતા મોહસીનભાઈ દાઉદભાઈ વડાવરીયા નામના ૪૭ વર્ષના યુવાનને પણ વાવડી રોડ કેજીએન પંપ નજીક વાહન સ્લીપ થવાની ઘટનામાં ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.

યુવતીનું મોત

મોરબીના ટંકારા તાલુકામાં ઓટાળા ગામે હર્ષદભાઈ ઘોડાસરાની વાડીએ રહી મજૂરી કામ કરતાં પરિવારના શારદીબેન રતનભાઇ રાઠવા આદિવાસી નામની ૧૮ વર્ષીય યુવતીને પગપાળા જતા સમયે ચક્કર આવતા પડી જવાથી તેણીને બેભાન હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યાં તેઓને જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરી હતી અને બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ કરતા સ્ટાફના વાલભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરી હતી.




Latest News