મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથેની અદાવતનો ખાર રાખીને છરી, પાઇપ, ધોકાથી યુવાનને માર મારનારા પાંચ આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથેની અદાવતનો ખાર રાખીને છરી, પાઇપ, ધોકાથી યુવાનને માર મારનારા પાંચ આરોપીની ધરપકડ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ન્યુ જનક સોસાયટીના નાકા પાસે યુવાનના કૌટુંબિક ભાઈ સાથે અગાઉ થયેલ અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સો દ્વારા ધોકા, પાઇપ તથા છરીનો ઘા મારીને ઇજાઓ કરવામાં આવી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને પોલીસે આ ગુનામાં પાંચ આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા મિલ સામે આવેલ ન્યુ જનક સોસાયટી શેરી નં-3 ત્રણ મકાન નં- 67 માં રહેતા ઈરફાન મોહમદભાઈ પરમાર (22)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સિકંદર, લાલો, વિશાલ કોળી, રેનિસ પાયક અને અકરમ શાહમદાર રહે. બધા જ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના કૌટુંબિક ભાઈ શાહરૂખ સાથે અગાઉ થયેલ અદાવતનો ખાર રાખીને આરોપીઓ જુદા જુદા બાઇક લઈને ફરિયાદી યુવાન પાસે આવ્યા હતા અને તેના કૌટુંબીક ભાઈ શાહરૂખ વિશે પૂછ્યું હતું ત્યારે બોલાચાલી થઈ હતી અને ત્યારે સિકંદર, લાલા અને વિશાલે યુવાનને બળજબરીથી બાઈક ઉપર બેસાડ્યો હતો અને ત્યારબાદ પંચાસર રોડ ઉપર આવેલા લાલાની દુકાન પાસે લઈ ગયા હતા અને ત્યાં વિશાલ કોળીએ લોખંડનો પાઇપ ફરિયાદીને માથામાં માર્યો હતો જ્યારે લાલાએ તેના પાસે રહેલ છરી ફરિયાદી યુવાનને ડાબા હાથની કોણી પાસે મારી હતી અને બાકીના આરોપીઓએ ફરિયાદીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જે ગુનાની તપસ કરી રહેલા પીએસઆઈ સી.એસ.સોંદરવા અને તેની ટીમે આરોપી સિકંદર કાદરભાઈ મોવર રહે. મદીના સોસાયટી વીસીપરા મોરબી, જૂનેડ ઉર્ફે લાલો મહેબૂબભાઈ ઘાંચી રહે. પંચાસર રોડ મોરબી, વિશાલ ભૂપતભાઇ સુરેલા રહે. હેતલા ડેરી પાસે કાલિકા મોરબી, રેનિસ રફીકભાઈ પાયક રહે. મહેન્દ્રપરા મોરબી અને અકરમ મહેબૂબભાઈ શાહમદાર રહે. મકરાણીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News