મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં ચોકલેટ-મોબાઈલ લાલચે બાળકી સાથે દુષ્કર્મ કરનાર પકડાયો, જેલ હવાલે


SHARE









મોરબીમાં ચોકલેટ-મોબાઈલ લાલચે બાળકી સાથે દુષ્કર્મ કરનાર પકડાયો, જેલ હવાલે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પાસે આવેલ કારખાનામાં રહેતા પરિવારની દસ વર્ષની દીકરીને હવસખોર શખ્સે દુષ્કર્મનો ભોગ બનાવી હતી.સગીરાને ચોકલેટ આપવાની તેમજ મોબાઇલ બતાવવાની લાલચ આપીને તેણીના શરીર ઉપર અડપલા કર્યા હતા અને બાદમાં સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું હતું.જેથી ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરૂ હતી.આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જેલ હવાલે કરવા હુકમ કરાયો હતો.

દેશના અનેક અન્ય રાજ્યમાંથી રોજી રોટી મેળવવા માટે થઈને ઘણા પરિવારો મોરબી આવે છે.આવી જ રીતે એક પરપ્રાંતીય પરિવાર મોરબી તાલુકાના કેરાળા (હરિપર) ગામની સીમ વિસ્તારમાં આવેલ કારખાનામાં આવ્યો હતો અને ત્યાં રહીને મજૂરી કામ કરતો હતો અને તે પરિવારની દસ વર્ષની દીકરીને ચોકલેટ આપવાની તેમજ મોબાઈલ બતાવવાની લાલચ આપીને તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલ.આરોપીએ સગીરાની છાતી અને શરીરે અડપલા કર્યા હતા ત્યાર બાદ સગીરા સાથે દુષ્કર્મ આચરર્યું હતું.જેથી ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા આ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરત ભગીરથ માલવીયા રહે.મૂળ એમપી વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં પોકસો, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ભરત ભગીરથ માલવીયા રહે.મૂળ એમપી હાલ કેરાળા તા.જી.મોરબી ની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા હાલ ભરત માલવીયાને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હોય પોલીસ દ્વારા તેને જેલ હવાલે કરાયો હતો.

આરોપી પકડાયો

મોરબી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ જૂનાગઢના કેશોદ તાલુકાના વતની અને હાલ મોરબીના શનાળા ગામ પાસે રાજપર રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે સાથે કામ કરતો વિક્રમ ઉર્ફે વિપુલ હેમજીભાઈ પરમાર મૂળ રહે.સણાવીયા તા.થરાદ જી.બનાસકાંઠા હાલ રહે.મોરબી વાળો અપહરણ કરી ગયો છે.જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી.આ બનાવની તપાસ ચલાવી રહેલા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.એસ.પટેલ દ્વારા ઉપરોક્ત ગુનામાં વિક્રમ ઉર્ફે વિપુલ હેમજી ચૌહાણ (૨૧) રહે.સણાવ્યા તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા હાલ રહે.રાજપર રોડ મોરબી ની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા પ્રભુભાઈ કાનજીભાઈ પાટડિયા નામના ૬૪ વર્ષીય વૃદ્ધ બાઈક પાછળ બેસીને જતા હતા.ત્યારે અણીયારી ચોકડી પાસે બાઈક સ્લીપ થવાની ઘટનામાં ઇજા પામતા સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીકથી બાઈક લઈને જઈ રહેલ ગુલશન કાલુરામ ચૌહાણ (ઉમર ૩૦) રહે.ઇમલી ચોક કડવાલા સાજાપુર મધ્યપ્રદેશ વાળો બાઈક લઈને જતો હતો.ત્યારે ત્યાં રસ્તામાં બાઈક આડે અચાનક બાળક આડુ ઉતર્યુ હતું.જેથી કરીને તેને બચાવવા જતા બાઈક પલ્ટી મારી ગયું હતું અને ઈજા થતા ગુલશનભાઈ ચૌહાણને આયુષ હોસ્પિટલએ સારવારમાં ખસેડાયો હતો.






Latest News