મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર


SHARE













મોરબીના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર

મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ (એનડીપીએસ સ્પે.કોર્ટ)માં એનડીપીએસના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપી જગદીશ ઠાકરારામ હુડાનને જામીન ઉપર છોડવા કોર્ટે હુકમ કરેલ છે.

મોરબી સીટી બી ડિવી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદની એવી ફરિયાદ હતી કે, આરોપીઓ પાસ પરમીટ કે આધાર વગર માદક પદાર્થ ગાંજા તથા હીરોઈન ૧૪૯.૬૦ ગ્રામ કીંમત રૂપીયા ૭,૪૮,૦૦૦ નો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાજસ્થાનથી લઈને આવ્યા છે અને પોતાની કબજા ભોગવટા વાળી જગ્યામાં રાખ્યો હતો જે તેની પાસેથી મળી આવેલ છે. તથા હાલના આરોપીનું નામ ગુન્હાના કામે રાજસ્થાનથી માલ મોકલવામા આવેલ જેથી તપાસ એજન્સી દ્વારા આરોપીઓની અટક કરવામાં આવી હતી અને મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ (એનડીપીએસ સ્પે.કોર્ટ)માં રજુ કરતા આરોપીને જેલ હવાલે કરેલ હતો અને મોરબીના યુવા વકીલ જે.ડી. અગેચણીયા તેમજ આર.ડી. ચાવડા (રવિ ચાવડા) મારફતે જામીન મેળવવા મોરબીના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ માં જામીન અરજી દાખલ કરેલ હતી.

આ કેસમાં આરોપીના વકીલ જે.ડી.અગેચાણીયા તેમજ આર.ડી.ચાવડાતેમની દલીલોમાં મુખ્યત્વે એવી રજુઆત કરેલ છે કે, આરોપી સામેની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. અરજદાર (આરોપી)ને જો તેમને જામીન પર મુકત કરવામાં ન આવે તો તેનું ભવિષ્ય અંધકારમય બની જાય તેમ છે. અને અરજદાર (આરોપી) કોઈ ગુનાહીત ઈતિહાસ ધરાવતા નથી. અને જેલમાં રહેવું પડે તો તેમના પરીવારજનોને નુકશાની વેઠવી પડે તેમ છે. અને જો આરોપીને જામીન પર મુકત કરવામાં ન આવે તો પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. જેથી ફોજદારી ન્યાયશાસ્ત્રમાં "જામીન એ નિયમ અને જેલ એ અપવાદ છે." તે સિધ્ધાંત સાથે વ્યકિત સ્વતંત્રતાનો સિધ્ધાંત તેમજ સુપ્રિમ કોર્ટના સંજયચંદા વિ. સી.બી.આઈ., ૨૦૧૨ (૧), એસ.સી.સી. ૪૦ તેમજ સત્યંદ્ અંટીલ વિરુધ્ધ સી.બી.આઈ. ના કેસના ચુકાદામાં પ્રતિપાદીત કરેલ સિધ્ધાંત ધ્યાને લઈ જામીન પર મુક્ત કરવા દલીલ કરી હતી જેથી બન્ને પક્ષની તમામ દલીલોને અંતે આરોપી પક્ષના વકીલ જે.ડી. અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, આર.ડી.ચાવડા (રવિ ચાવડા), કુલદીપ ઝીઝુંવાડીયા રોકાયેલા હતા.




Latest News