મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે રૂપિયા લેનારા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધી તો પણ મહિલા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી !: ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી


SHARE





મોરબીમાં વ્યાજે રૂપિયા લેનારા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધી તો પણ મહિલા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી !: ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી

મોરબીના રવાપર ગામ પાસે આવેલ કેપિટલ માર્કેટમાં ભાડાની દુકાન ધરાવતા યુવાને 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે તેણે વ્યાજ અને મુદ્દલની રકમ રોકડેથી અને ગુગલ પે થી ચુકવી આપી હતી તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તે યુવાનની દુકાને તેની પત્ની હાજર હતી ત્યારે મહિલા આરોપીએ ત્યાં જઈને યુવાનની પત્ની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

મોરબીના નાની વાવડી ગામે સમજુબા સ્કૂલ વાળી શેરીમાં ધર્મનગર સોસાયટીમાં બ્લોક નંબર 24 ખાતે રહેતા વિવેકભાઈ પ્રકાશભાઈ માવાણી (27એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયાબેન ખીમજીભાઈ મોરાડીયા રહે. નજરબાગ મફતિયાપરા ભડીયાદ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ આરોપી પાસેથી 50,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા અને અલગ અલગ તારીખે રોકડેથી 40,000 વ્યાજ ચૂકવી આપેલ છે તેમજ મૂળ રકમ ગૂગલ પે થી ચુકવી આપેલ છે તેમ છતાં પણ આરોપી જયાબેને વ્યાજ અને મુદલ રકમની પઠાણી ઉઘરાણી કરે છે અને ફરિયાદીની રવાપર ગામે આવેલ કેપિટલ માર્કેટમાં ભાડાની દુકાન છે ત્યાં ફરિયાદીના પત્ની હજાર હતા તેની સાથે આરોપી મહિલાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News