મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: લભોઆ રાજ પરિવાર દ્વારા જાદોન-રાજપૂત મહાસંમેલન, મોબાઈલ કલીનીક અને અન્નક્ષેત્રનું લોકાઅર્પણ કરી સહીદોને શ્રદ્નાલી અર્પણ કરાઈ


SHARE













મોરબી: લભોઆ રાજ પરિવાર દ્વારા જાદોન-રાજપૂત મહાસંમેલન, મોબાઈલ કલીનીક અને અન્નક્ષેત્રનું લોકાઅર્પણ કરી સહીદોને શ્રદ્નાલી અર્પણ કરાઈ

દેવ વેટલેન્ડ સોશીયલ વેલફેર ફાઊંડેશન અને દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા લભોઆ સ્ટ્રેટમાં તાજેતરમાં લભોઆ રાજ પરિવાર દ્વારા જાદોન-રાજપૂત મહાસંમેલનું આયોજન લભોઆની હવેલીમાં કરાયું હતું જેમાં દેશના પૂર્વ મહારાજના વંશજો, રજાઓ અને રાણીઓ મહાસંમેલનમાં આવ્યા હતા આ મહાસંમેલનના મુખ્ય અતિથી દ્વારકા શારદાપીઠ જગદગુરુ શક્રાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના સાનિધ્ધમાં કરોલી સ્ટ્રેટ રાજસ્થાનના મહારાજા કૃષ્ણપલ સિંહજી અને શ્રીમતી રાની સાહિબાએ સમાજ કલ્યાણ નિમિતે પૂજ્ય સતી માં મથુરા દેવીની પુણ્ય સ્મૃતિમાં મોબાઈલ કલીનીક અને અન્નક્ષેત્રનું લોકાઅર્પણ કર્યું હતું.

આ કાર્યક્રમના આયોજક રાજકુમાર દેવેન્દ્રસિંહ ઝાલાએ લભોઆ રાજ પરિવારની સાથે જગદગુરુ શક્રાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના ચરણ પાદુકાનું પૂજન કર્યું હતું તથા અયોધ્રામાં સ્વામી બાલશુક બાલમુકુન્દનું સ્વાગત સન્માન કર્યું હતું. તે સાથે જ પ્રવાસ અને સંસ્કૃતિક મંત્રી ડો. જયવીરસિંહ ઝાલાએ સતી માં ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે આઝાદીના પ્રથમ યુદ્ધ ૧૮૫૭ માં શહીદ થયેલ ક્રાંતિકારી વીરોને પુષ્પ ચક્ર ભેટ કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી. તેમજ લાભોવા રાજકુમાર દેવેન્દ્રસિંહ ઝાલા, રાજા પ્રતાપસિંહ, રાણા નિર્મળસિંહ, કુંવર ધીરેન્દ્રસિંહ ઝાલા અને લાભોવા રાજ પરિવારએ પ્રવાસ અને સંસ્કૃતિક મંત્રી ડો. જયવીરસિંહ ઝાલા, મહારાજા રીધીરાજસિંહ (દાંતા સ્ટ્રેટ), રાજા રાકેશસિંહ (શીવગઢ સ્ટ્રેટ), રાજા કૃષ્ણાકુમારસિંહ (ચુડા સ્ટ્રેટ), કુંવર જીતેન્દ્રસિંહ સોલંકી, મહાવીરસિંહ ચુડાસમા, રાજા અને દમનસિંહ (ભદાવર સ્ટ્રેટ), યુવરાજ વિશ્વપાલસિંહ (કરોલી) કિશોરસિંહ (દિલ્હી)નું પુષ્પગુછ અને પ્રતિક ચિન્હ સાથે સ્વાગત સન્માન કરાયું હતું. ત્યાર બાદ દ્વારકા શારદાપીઠ જગદગુરુ શક્રાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું પ્રવચન યોજાયું હતું આ કાર્યક્રમના અંતમાં તમામ લોકોએ સાથે પ્રસાદ લીધો હતો. અને આ કાર્યક્રમ જોવા માટે આવેલા શાળાના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને ટી-શર્ટ આપવામાં આવ્યા હતા.




Latest News