મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ


SHARE





મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જે કેસમાં આરોપીને કોર્ટે એક વર્ષની જેલની સજા તથા ચેકની ડબલ રકમ વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે અને જો આરોપી રકમ આપવા કસુર કરે તો વધુ ૯૦ દિવસની કેદની સજાનો આદેશ કરેલ છે.

મોરબીમાં પાટીદાર ટ્રેડીંગના નામથી ચાયના કલે વોસ મટીરીયલનુ વેચાણ કરતા મનીષભાઈ સવજીભાઈ પૈજાએ કેશરી મેનેજમેન્ટસના પ્રોપરાઈટર આરોપી જયદીપભાઈ ગોસ્વામીને અલગ અલગ બીલથી કુલ ૯,૪૪,૧૩૮ ની રકમનો માલ આપ્યો હતો જેની સામે જયદીપભાઈએ અલગ અલગ રકમના અલગ અલગ તારીખના નવ ચેક આપ્યા હતા. જે મનીષભાઈએ પોતાના આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કના ખાતામાં જમા જયદીપભાઈના એકાઉન્ટમાં પુરતુ ભંડોળ ન હોવાથી તમામ ચેક રિટર્ન થયા હતા જેથી મનીષાભાઈએ તેની જયદીપભાઈને જાણ કરી હતી જો કે તેઓએ કોઈ દાદ આપેલ ન હતી અને ત્યાર બાદ વકીલ નિકુંજભાઈ કોટક મારફત નોટીસ આપી હતી તેની સામે પણ કોઈ દાદ આપી ન હતી જેથી કરીને મોરબીની કોર્ટમાં ચેક રિટર્નની ફરીયાદ કરી હતી જે કોર્ટમાં ચાલી ગયો હતો અને ફરીયાદીના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટકએ કોર્ટમાં રજુ કરેલ પુરાવા અને ફરીયાદી તરફે કરેલી દલીલને ધ્યાને લઈને જજ પ્રશાંતભાઈ પરમાનંદભાઈ શાહ સાહેબે આરોપીની વિરુધ્ધમાં હુકમ કરેલ છે જેમાં આરોપી જયદીપભાઈ કે ગોસ્વામી ઠે. કેસરી મેનેજમેન્ટના પ્રોપરાઈટરને એક વર્ષની સાદી કેદની સજા, ચેક કરતા બમણી રકમ એટલે કે ડબલ રકમ ૧૮,૮૮, ૨૭૬ વળતર આપવું અને જો આરોપી રકમ આપવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ ૯,૪૪,૧૩૮ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ તા.૨૧-૮-૨૦૧૯ થી ફરીયાદીને ખરેખર રકમ ચુકવે ત્યાં સુધી થતી કુલ વ્યાજની રકમ ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કર્યો છે આ કેસમાં ફરીયાદી વતી વિદ્વવાન વકીલ નિકુંજભાઈ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.




Latest News