ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલની દુકાન ધરાવતા યુવાન પાસે વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરનારા ત્રણ શખ્સ સામે પોલીસ કાર્યવાહી


SHARE













મોરબીમાં મોબાઈલની દુકાન ધરાવતા યુવાન પાસે વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરનારા ત્રણ શખ્સ સામે પોલીસ કાર્યવાહી

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા યુવાનને મોબાઇલની દુકાન હતી અને તેને રૂપિયાની જરૂરિયાત હતી જેથી ગામમાં જ દુકાને ધરાવતા અન્ય વ્યક્તિ પાસેથી તેને કટકે કટકે 5.50 લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે મૂડી અને વ્યાજ આપી દીધું હોવા છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને તે યુવાનને હેરાન પરેશાન કરવામાં આવતો હતો અને ત્યારબાદ સામે વાળા વ્યક્તિએ તેના સાઢુ અને સાળા સાથે યુવાન પાસે આવીને તેને છરી બતાવીને બળજબરી પૂર્વક પૈસાની ઉઘરાણી કરી હતી અને ગાળો આપીને બોલાચાલી કરી હતી જેની ફરિયાદ આધારે તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા આશિષભાઈ રમેશભાઈ પાડલીયા (25)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા, તેના સાઢુ નરેન્દ્રભાઈ અને સાળા લાલાભાઇ વિડજા પાસે સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, વર્ષ 2022-23 માં ફરિયાદીને લક્ષ્મીનગર ગામે બાલવી મોબાઈલ નામની દુકાન હતી ત્યારે તેને પોતાના ધંધાના કામ માટે થઈને રૂપિયાની જરૂરિયાત હોય હર્ષદભાઈ પાસેથી તેણે જુદાજુદા સમયે 5.50 લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ લેખે લીધા હતા. જે રૂપિયાની સામે ફરિયાદીએ હર્ષદભાઈને મૂડીના 5.50 લાખ રૂપિયા તથા 85 હજાર રૂપિયા વ્યાજના આપી દીધા હતા તેમ છતાં પણ હર્ષદભાઈએ અવારનવાર વ્યાજના રૂપિયા તથા મૂડીની બળજબરીપૂર્વક ઉઘરાણી કરી હતી અને યુવાનને હેરાન પરેશાન કરતા હતા દરમિયાન હર્ષદભાઈ તેના સાઢુ નરેન્દ્રભાઈ તથા સાળા લાલાભાઇ સાથે ફરિયાદી પાસે આવ્યા હતા અને ફરિયાદીને છરી બતાવીને બળજબરીથી પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી અને બોલાચાલી કરી ગાળો આપીને ઝઘડો કર્યો હતો જેથી યુવાને તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હત અને આરોપી હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા (44) રહે. લક્ષ્મીનગર, નરેન્દ્રભાઈ દેવજીભાઇ ઓડિયા (33) રહે. પટેલનગર મહેન્દ્રનગર અને વિપુલ ઉર્ફે લાલો ભગવાનજીભાઇ વિડજા (35) રહે. મહેન્દ્રનગર ચોકડી મોરબી વાળા સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આવતા પોલીસે તેને પકડીને આગળની કાર્યાવહી કરી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામે રહેતા જયેશભાઈ વાલજીભાઈ ઠોરીયા નામના ૨૧ વર્ષના યુવાનને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં લાલપર ગામ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે અત્રે સીવીલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા સચિન રમેશભાઈ જાગાણી (ઉમર ૩૩) નામના યુવાનને વાંકાનેર હાઇવે પેગ્વીન સિરામીકની સામે બાઈક લઈને જતા સમયે અજાણ્યા વાહનની ટક્કર લાગતા ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

પીપળી રોડ અકસ્માત

મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસેથી બાઈક લઈને જઈ રહેલ મયુદ્દીન અબ્દુલભાઈ કાતીયાર રહે.કાટકોલા તા.ભાણવડ જી.દ્વારકા નામના યુવાનના બાઈકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલ મયુદ્દીનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના નંદરામ મેસવાણિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તે રીતે જ મૂળ મધ્યપ્રદેશના દેવાશના પેનીગ્યોન તાલુકાના મુવાડા ગામનો અને હાલ મોરબી રહેતા રાકેશભાઈ બાઘોલે નામના ૩૨ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે પાનેલી રોડ ઉપર રસ્તામાં બાઈક સ્લીપ થવાની ઘટનામાં ઈજા થતા તેને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News