મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીથી યુવાનને વતનમાં જવું હોય, પણ પગાર થયેલ ન હોય લાગી આવતા નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE













મોરબીથી યુવાનને વતનમાં જવું હોય, પણ પગાર થયેલ ન હોય લાગી આવતા નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરમિક કારખાનાની મજુરની કોલોનીમાં ક્વાર્ટરમાં રહેતા યુવાનને વતનમાં જવું હોય પગાર થયેલ ન હતો જેથી તેને મનોમન લાગી આવતા તેણે નદીમાં ઝંપલાવતા તે પાણીમાં ડૂબી ગયો હતો અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ વિકાસ કારખાનામાં મજૂરની કોલોનીમાં ક્વાર્ટરની અંદર રહેતા સતિષભાઈ જીતમાલજી માલવી (25) નામના યુવાને જુના ઘૂટું  રોડ ઉપરથી પસાર થતી નદીમાં ગત તા. 28/3 ના રોજ બપોરના સમયે ઝંપલાવ્યું હતું જેથી તે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો અને ત્યારબાદ તા. 30/3 ના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેની ડે બોડી મળી આવતા તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ મિથુનભાઈ જીતમાલજી માલવી (30) રહે મૂળ મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને વતનમાં જવું હતું પરંતુ પગાર થયેલ ન હતો જેથી તેને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે નદીમાં ઝંપલાવ્યું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થયું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

190 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

ટંકારા તાલુકાના નસીતપર ગામથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ફૂલવાડી વિસ્તારમાં અશોકસિંહ હનુભા ઝાલાના કબજા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 190 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 37,000 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી અનિલભાઈ ગોવિંદભાઈ મકવાણા (40) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સલીમભાઈ જુમાભાઈ જંગરી રહે. જુના બસ સ્ટેશન પાસે મોરબી અને અશોકસિંહ નુભા ઝાલા રહે. રતનપર તાલુકો રાજકોટ મૂળ ગામ નસીતપર તાલુકો ટંકારા વાળા ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેય શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News