મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનું NMMS પરીક્ષામાં 100 % પરિણામ


SHARE













મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનું NMMS પરીક્ષામાં 100 % પરિણામ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એંટર્સ ટેસ્ટ, જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા, ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નૅશનલ મિન્સ મેરેટી સ્કોલરશીપ એકઝામ વગેરે પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ હોંશભેર ભાગ લે છે, જેમાં આ વર્ષે NMMS પરીક્ષાનું આ શાળાનું 100 % પરિણામ મેળવી વિદ્યાર્થીનીઓએ શાળાને અનોખી સિદ્ધિ અપાવેલ છે તેમજ આ શાળાની તેજસ્વી બાળા વંદના હંસરાજભાઈ પરમારે રાષ્ટ્રીય લેવલની પરીક્ષામાં 180 માંથી 158 માર્ક પ્રાપ્ત કરી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવેલ છે,શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ તમામ બાળાઓ તેમજ વર્ષ દરમ્યાન ખુબજ મહેનત કરાવનાર શિક્ષકો જયેશભાઈ અગ્રાવત, દયાળજી બાવરવા, ચાંદનીબેન સાંણજા, અશ્વિનભાઈ ભુવા વગેરેને પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ ધન્યવાદ આપી બાળાઓનું શૈક્ષણિક સાહિત્ય અર્પણ કરી સન્માન કરાયું હતું.




Latest News