મોરબીના રવાપર ગામના માજી સરપંચે તેના પત્ની સ્વ.પુષ્પાબેનની પુણ્યતિથીએ ગૌશાળામાં કર્યું એક લાખનું દાન
SHARE







મોરબીના રવાપર ગામના માજી સરપંચે તેના પત્ની સ્વ.પુષ્પાબેનની પુણ્યતિથીએ ગૌશાળામાં કર્યું એક લાખનું દાન
મોરબીના રવાપર ગામના માજી સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજીક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની સ્વ. પુષ્પાબેનનું સાત નવ મહિના પહેલા અવસાન થયું હતુ અને સાત મહિનાથી દરેક માસિક પુણ્યતિથિએ ગોપાલભાઈ કાસુન્દ્રા અને તેમના પરિવાર દ્વારા સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. તેવામાં તા 2 ના રોજ સ્વ. પુષ્પાબેનની સાતમી માસિક પુણ્યતિથિ નિમિતે મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ મોઢેરા ખાતેના પ્રસિદ્ધ શ્રી મોહનગીર ગૌશાળામાં ગૌ સેવાના ઉમદા હેતુથી પુત્ર ગૌરવ હસ્તે ગોપાલભાઈએ એક લાખનું અનુદાન આપીને સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
