મોરબીના રવાપર ગામના માજી સરપંચે તેના પત્ની સ્વ.પુષ્પાબેનની પુણ્યતિથીએ ગૌશાળામાં કર્યું એક લાખનું દાન
હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અમરેલીના બગસરામાંથી ઝડપાયો
SHARE






હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અમરેલીના બગસરામાંથી ઝડપાયો
હળવદ પોલીસ સ્ટેશનમાં ૬ મહિના પહેલા અપહરણનો ગુનો નોંધાયો હતો જે ગુન્હામાં ભોગ બનનાર તથા આરોપીને અમરેલી જીલ્લાના બગસરા ખાતે હોવાની હક્કિત મળી હતી જેના આધારે મોરબી જીલ્લા એએચટીયુ ની ટીમે બંનેને ત્યાંથી પકડી પાડેલ છે.
મોરબી જીલ્લા એએચટીયુના પીઆઇ કે.કે. દરબાદ અને તેની ટીમના કર્મચારીઓ ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે કામગીરી કરી રહ્યા હતા તેવામાં નંદલાલ વરમોરા અને અરવિંદસિંહ પરમારને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી નિખીલ રામલાલ ભીલ રહે. ગામ સાગૌની કલા,રાયસેન રોડ તાલુકો કોલુઆ જીલ્લો ભોપાલ મધ્યપ્રદેશ વાળો ફરીયાદીની સગીર વયની દિકરીનું અપહરણ કરી ભગાડી ગયેલ છે જે આરોપી નિખીલ રામલાલ ભીલ અમરેલી જીલ્લાના બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાં કામ કરતો હોવાની માહીતી હતી જેથી મોરબી જીલ્લા એએચટીયુ ટીમ બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાં પહોચી હતી અને ત્યથી આરોપી તથા ભોગ બનનાર મળી આવ્યા હતા જેથી તેને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે. આ કામગીરી એએચટીયુ શાખાના ઇન્ચાર્જ પીઆઇ કે.કે.દરબાર તથા ફુલીબેન ઠાકોર, નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર, બકુલભાઇ કાસુન્દ્રા દ્વારા કરવામાં આવી હતી.

