મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા નજીક તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













વાંકાનેરના રાતાવિડા નજીક તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાની બાજુમાં પાણીના તલાવડામાં યુવાન ડૂબી ગયો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે બોલાવીને તેના મૃતદેહ બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ગઈ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સાબરકાંઠા જિલ્લાના રહેવાસી અને હાલ રાતાવિરડા ગામની સીમા આવેલ લોનિક સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા વિનુસંગ ભવાનસંગ ખાટ (44) નામનો યુવાન કારખાનાની બાજુમાં આવેલ પાણીના તલાવડામાં કોઈ કારણોસર ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે તેના મૃતદેને લઈ જવામાં આવેલ છે આ બનાવની જસ્મીનભાઈ જયંતીભાઈ કાલરીયા (44)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News