મોરબી સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખના નામે ઠગાઈ કરવાની પેરવી, સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરાઇ
SHARE







મોરબી સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખના નામે ઠગાઈ કરવાની પેરવી, સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરાઇ
મોરબી સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ એવા મુકેશભાઈ ઉઘરેજાના નામ અને ફોટા સાથે અન્ય નંબરના ધારક દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવાની પેરવી કરવામાં આવી રહી હોવાનું ધ્યાને આવતા મુકેશભાઈ ઉઘરેજા દ્વારા આ બાબતે સતર્કતા દાખવીને સાઇબર ક્રાઈમ વિભાગમાં અરજી આપી ફરિયાદ કરવામાં આવેલ છે.
આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબી સિરામીક એસોસીએશનમાં વિટ્રીફાઇડ વિભાગમાં પૂર્વ પ્રમુખ તરીકે રહી ચૂકેલા અને જાણીતા બોસ સિરામિક ગ્રુપના મુકેશભાઈ ઉઘરેજાના નામ અને ફોટા સાથે કોઈ મોબાઈલ ધારક દ્વારા બોગસ વોટસએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને આ બોગસ વોટસએપ એકાઉન્ટ દ્વારા "આ મારો નવો નંબર છે સેવ કરી લેશો" તે મુજબનો મેસેજ લોકોને અને અન્ય ઉદ્યોગપતિ સહિતનાઓને મોકલવામાં આવ્યો હોવાનું મુકેશભાઈ ઉઘરેજાના ધ્યાન ઉપર આવ્યું હતું.જેથી કરીને અન્ય કોઈ લોકો ઠગાઈનો ભોગ ન બને તે માટે જાગૃતતા દાખવીને મુકેશભાઈ ઉઘરાજા દ્વારા આ બાબતે સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી હતી અને તેમાં દર્શાવેલા મોબાઈલ ફોન નંબર 79026 31382 ના ધારક સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે જેથી કરીને કોઈ લોકો આ બાબતે છેતરપિંડીનો ભોગ ન બને.
