મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : બેન્કો તથા ફાયનાન્સ કંપનીઓ સરકારની મકાન સબસીડીની યોજના સફળ બનાવવા પ્રયત્ન કરતી નથી-ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE













મોરબી : બેન્કો તથા ફાયનાન્સ કંપનીઓ સરકારની મકાન સબસીડીની યોજના સફળ બનાવવા પ્રયત્ન કરતી નથી-ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા આરબીઆઈના ગવર્નરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, કોઈપણ બેંકો કે ફાઇનાન્સ કંપનીઓ સરકાર દ્વારા જે મકાન માટેની સબસીડી માટે યોજના જાહેર કરવામાં આવી છે તે સફળ બને તેવા પ્રયત્નો નિષિઠાપુર્વક કરતી નથી જેના લીધે છેવાળાના માનવીને સરકારના મળવા જોઈતા લાભ મળતા નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આવાસ બનાવે છે.કોઈપણ વ્યકિત મકાન ખરીદ કરે તો રૂા.૨,૬૭,૦૦૦ ની સબસીડી આપે છે અને મકાન લેનાર ઘરધણીની સબસીડીની તમામ કાર્યવાહી જે બેન્કમાંથી લોન લીધેલ હોય અગર કોઈપણ સહકારી કે ખાનગી બેન્કમાંથી લોન લીધી હોય તે સંસ્થા કે બેન્કે કરવાની હોય છે.જાણવા મળ્યા પ્રમાણે બે થી ત્રણ વર્ષ થઈ જાય છતાં સબસીડી માટે કોઈ કાર્યવાહી લોન આપનાર સંસ્થા કે બેન્ક તરફથી કરવામાં આવતી નથી અને મકાન ધારકને ધકકા ખવડાવે છે.મીઠીમીઠી વાતો કરેછે અને જણાવે છે કે સબસીડીની કાર્યવાહી ચાલુ છે. પરંતુ જયારે મકાન માલિક/ગ્રાહક તપાસ કરે છે.ત્યારે ખબર પડે છે કે લોન આપનાર જે તે સંસ્થા/બેન્કે ગ્રાહકની સબસીડી બાબતે કોઈ કાર્યવાહી કરેલ નથી ! અને પરિણામ સ્વરૂપે ગ્રાહકને ના છુટકે ગ્રાહક અદાલતમાં જવાની ફરજ પડે છે.તો આવી બેન્ક કે ફાઈનાન્શ્યલ કંપનીની ગ્રાહકની સેવામાં ખામી હોવાનું જણાઇ આવે છે અને આવી સંસ્થા કે બેન્કો સામે પગલા ભરવા જોઈએ જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સબસીડીની યોજના સફળ થાય અને મકાન લોન ધારકને પણ સબસીડી મળી રહે.




Latest News