મોરબી જિલ્લાના ટુ વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબીના પંચાસર રોડે યુવાનની હત્યા કરનારા ગજનીની પોલીસે કરી ધરપકડ
SHARE









મોરબીના પંચાસર રોડે યુવાનની હત્યા કરનારા ગજનીની પોલીસે કરી ધરપકડ
મોરબી શહેર અને તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં દરરોજ એક હત્યાનો બનાવ સામે આવેલ છે ત્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ નજીક યુવાને ગાળ દેવાની ના પાડવા જેવી નજીવી બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવેલ હતો અને આ યુવાનને છાતીના ડાબા ભાગે છરીનો જીવલેણ ઘા મારી દેવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવમાં મૃતકના કાકાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી લીધેલ છે
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભગવતીપરા વિસ્તારમાં રહેતો નવઘણ હરેશભાઈ અજાણા નામના ૩૫ વર્ષીય યુવાનને પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારા રહે.પંચાસર રોડ મોરબી વાળાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને મૃતક નવઘણે ગાળ આપવાની ના પાડતાં મોહસીન ઉર્ફે ગજની પિંજારો ઉશ્કેરાઇ ગયો હતો અને નવઘણને જાનથી મારી નાંખવાના ઇરાદે છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે નવઘણના છાતીના ડાબા ભાગે એક ઊંડો જીવલેણ ઘા મારી દીધો હતો જેથી ઇજાગ્રસ્ત નવઘણને સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા જો કે, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના કાકા મનુભાઈ અજાણાની ફરિયાદ લેવામાં આવી હતી અને તેના આધારે તપસ કરીને પોલીસે હાલમાં નવઘણની હત્યા કરનારા મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારા રહે. મોરબી પંચાસર રોડ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે
હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી મોહસીન ઉર્ફે ગજની ઉપર શરીર સબંધી અને અન્ય કુલ મળીને નવ જેટલા ગુના નોંધાયેલા છે અને અત્યારે મોરબીના પંચાસર રોડ ઉપર નવઘણ નામના યુવાનની હત્યા કરવાના ગુનામાં આ શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, જિલ્લામાં છેલ્લા છએક માસમાં મર્ડરના અનેક બનાવો બન્યા છે. જેમાં મમુ દાઢી હત્યા, પાલીકાના પૂર્વ ચેરમેન અને મુસ્લિમ અગ્રણી ફારૂકભાઇ અને તેમના દિકરાની હત્યા, જોગડ ગામે ઢોર ચરાવવા બાબતે ડબલ મર્ડર, કાંતીનગર વિસ્તારમાં મહિલા બુટલેગર દ્વારા પ્રેમી સાથે મળીને પતિનું મર્ડર, રામઘાટ પાસે બહેનના પૂર્વ પ્રેમીની છરીના ઘા ઝીંકીને કરાયેલી હત્યા, હળવદના પંચમુખી ઢોરામાં વિસ્તારમાં લાકડી ફટકારીને આધેડની હત્યા, વેણાસર ગામે યુવાન ઉપર કાર ચડાવીને કરવામાં આવેલી નિર્મમ હત્યા સહિત અનેક મર્ડરો થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ મર્ડર થયા છે જેથી મોરબીમાં હત્યાના બનાવ પણ રોજિંદા બની ગયા છે તેવો ઘાટ મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ "ગેંગ ઓફ વાસેપુર" અને "ગેંગ ઓફ મિરજાપુર" માં જેમ ફિલ્મમાં ધડોધડ મર્ડરના સીન દર્શાવવામાં આવતા હોય છે તેવો જ ઘાટ મોરબીમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળે છે ત્યારે મોરબીવાસીઓ કહેતા હોય છે કે, આતો મોરબી છે કે મિર્જાપુર..? ત્યારે હત્યાના બનાવોને રોકવા માટે અને ક્રાઇમને ઘટાડવા માટે ગૃહ વિભાગ દ્વારા મોરબીમાં "કડક અધિકારી" મૂકવામાં આવે તેવી પ્રબુધ્ધ નાગરિકોમાંથી માંગ ઉઠી રહી છે
