મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચીખલી નજીકથી 800 લીટર આથો-170 લીટર દેશી દારૂ કબજે: આરોપીની શોધખોળ


SHARE







માળીયા (મી)ના ચીખલી નજીકથી 800 લીટર આથો-170 લીટર દેશી દારૂ કબજે: આરોપીની શોધખોળ

માળીયા (મી)ના ચીખલીથી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તા ઉપર નદીના કાંઠે બાવળની જાળીમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો તથા 170 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 54,000 રૂપિયાની કિંમત તો મુદામાલ કબજે કર્યો છે અને એક શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા મીયાણા તાલુકાના ચીખલીથી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સીમ વિસ્તારમાં નદીના કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો તથા 170 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 54,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ માલ સુલેમાનભાઈ અબુભાઈ પારેડી રહે. ચીખલી તાલુકો માળીયા મીયાણા વાળાનો હોવાનું સામે આવતા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દેશી દારૂનો આથો ઝડપાયો

મોરબી તાલુકાના નારણકા ગામે તળાવ પાસે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આથો મળી આવ્યો હતો જેથી 12,000 ની કિંમતનો દેશીદારૂનો આથો કબજે કર્યો હતો અને આરોપી જુમાભાઈ હૈદરભાઈ જેડા (29) રહે. નવાગામ તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

ચાર બોટલ દારૂ

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે કારખાના નજીકથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1200 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી કિશોરભાઈ બચુભાઈ બડોધરા (29) રહે. જોગડ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છ




Latest News