મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાનું કોમન એંટર્સ ટેસ્ટમાં ઝળહળતું પરિણામ


SHARE













મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાનું કોમન એંટર્સ ટેસ્ટમાં ઝળહળતું પરિણામ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એંટર્સ ટેસ્ટ, જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા,ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નૅશનલ મિન્સ મેરેટી સ્કોલરશીપ એકઝામ વગેરે પરીક્ષામાં મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીનીઓ હોંશભેર ભાગ લે છે, આ વર્ષે ધોરણ પાંચમા લેવાતી સીઈટી પરીક્ષાનું ઝળહળતું પરિણામ વિદ્યાર્થીનીઓએ મેળવ્યું છે અને આ શાળાની તેજસ્વી બાળા પુષ્ટિ હિતેશભાઈ ભટ્ટે રાજય લેવલની પરીક્ષામાં 120 માંથી 82 માર્ક પ્રાપ્ત કરી જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવેલ છે. અને શાળાના 56 વિદ્યાર્થીનીઓ પૈકી 40 વિદ્યાર્થીનીઓએ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળતા માટે વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકો નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા, ગીતાબેન અંદિપરા, હીનાબેન ચાવડા, અલકાબેન કોરવાડિયા, અરવિંદભાઈ કૈલા, અશ્વિનભાઈ કલોલ વગેરેને શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ અભિનંદન આપેલ હતા.




Latest News