મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા તાત્કાલિક દર્દીઓ માટે ૧૫ બોટલ રકત એકત્રિત કરાયું
મોરબીમાં થયેલ રબારી યુવાનની હત્યાના આરોપી સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવાની માંગ
SHARE









મોરબીમાં થયેલ રબારી યુવાનની હત્યાના આરોપી સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવાની માંગ
મોરબીમાં થોડા દિવસો પહેલા પંચાસર રોડ ઉપર રબારી યુવાનની હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જો કે, મોરબી જિલ્લા માલધારી સંગઠન દ્રારા જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર પઠાવવામાં આવ્યું છે અને આરોપીની સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી જિલ્લા માલધારી સંગઠન દ્રારા જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કે, તા.૨૨-૧૧ ના રોજ નવઘણભાઈ હરેશભાઈ અજાણા જાતે રબારી રહે. ભગવતીપરા પોતાનું કામકાજ પતાવી ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં સામાન્ય બાબતે તેની છરી મારી હત્યા કરવામાં આવેલ હતી અને નવઘણભાઈની હત્યા કરનાર આરોપી હિસ્ટ્રીશિટર હોય તેની સામે મોરબી જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાયેલા છે અને આરોપી શરીર સબંધીત ગુનાઓ કરવાની ટેવ વાળો છે જેથી કરીને આરોપી સામે ગુજસીટોક કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવા માંગ કરવામાં આવેલ છે
વધુમાં રજૂઆતમાં જણાવ્યુ છે કે, મરનાર નવઘણભાઈ પોતાના પરિવારમાં ગુજરાન ચલાવનાર મુખ્ય વ્યકિત હતા. અને નવઘણભાઈના પિતા પણ હયાત નથી. નવઘણભાઈ તેના દાદા સાથે રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને નવઘણભાઈના પરિવારને આવનારા સમયમાં ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે તેવો પ્રબંધ કરવા પણ માંગણી કરાયેલ છે અને કાયદાની છટકબારીનો લાભ લઈને આરોપી છૂટી ન જાય તે રીતે ન્યાયીક રીતે ચાર્જ ફેમ કરવા માંગ કરાયેલ છે. આ કેસના ફરીયાદી તેમજ સાહેદોને પોલીસ રક્ષણ પણ મળે તેવી પણ કલેકટર એને એસપીને લેખીત રજૂઆત કરાયેલ છે.
