મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના નેતા સમ્બિતા પાત્રા સામે ફરીયાદ નોંધવાની કરાઇ માંગ


SHARE





મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના નેતા સમ્બિતા પાત્રા સામે ફરીયાદ નોંધવાની કરાઇ માંગ

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સમ્બિતા પાત્રાએ કોંગ્રેસ નેતા સામે અપમાનજનક ટિપ્પણી કરી હોવાના આરોપ સાથે મોરબી એ ડિવિઝન પીઆઈને ફરિયાદ નોંધવાની માંગ સાથે અરજી આપેલ છે. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, તાલુકો કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, લીગલ સેલના પ્રમુખ ભાવિનભાઈ ફેફર, ચિરાગભાઈ કારીયા, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, બાબુભાઇ, ભાવેશભાઇ ભટ્ટ, પરેશભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને જે અરજી આપવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે, સમ્બિતા પાત્રાએ તા. ૧૭/૪ ના રોજ મિડીયા સમક્ષ કોંગ્રેસના આગેવાન અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા તેમના માતા સોનીયા ગાંધી વિરૂધ્ધ જાહેર નિવેદન આપતા કહ્યું હતુ કે, રાહુલ ગાંધી તથા સોનીયા ગાંધી “ડકેતી તથા ડાકુ છે.” આવા વાક્ય પ્રયોગ કરી હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. આ નિવેદનનો ટીવી ચેનલો અને સોશિયલ મીડીયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. જેથી ભાજપના નેતા દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રખમાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવાના ઉદેશયથી નિવેદન આપવામાં આવ્યુ છે માટે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખે માંગ કરી છે.




Latest News