મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી શહેરના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે હાઇપરટેંશન, ડાયાબીટીસ જેવા રોગોનુ નિદાન-સારવાર વિનામુલ્યે


SHARE













મોરબી શહેરના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે હાઇપરટેંશન, ડાયાબીટીસ જેવા રોગોનુ નિદાન-સારવાર વિનામુલ્યે

મોરબી શહેરના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી એન.સી.ડી. (નોન કોમ્યુનિકેબલ ડીસીઝ) દિવસની ઉજવણી કરવામા આવશે જેમા હાઇપરટેંશન, ડાયાબીટીસ વગેરે રોગોનુ નિદાન તેમજ સારવાર વિનામુલ્યે કરી આપવામા આવશે તો જાહેર જનતાને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામા આવે છે.

હાલના સમયમા બિનચેપી રોગો જેમ કે હાઇપરટેંશન, ડાયાબીટીસ વગેરેનુ પ્રમાણ વધ્યુ હોઇ ૩૦ વર્ષથી વધુ ઉમરના દરેક વ્યક્તિઓએ વર્ષમા એકવાર નોન કોમ્યુનિકેબલ ડીસીઝ માટે તપાસ અવશ્ય કરાવવી જોઇએ જે માટે આપની નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.મોરબીમાં આરોગ્ય કેન્દ્રનુ જોઈએ તો અર્બન પ્રા.આ.કે. ગોકુલનગર ગોકુલનગર, શનાળા બાયપાસ પાસે, અર્બન પ્રા.આ. વીસીપરા ફુલછાબ કોલોની, વીસીપરા, અર્બન પ્રા.આ.કે. લીલાપર રોડ પરષોતમ ચોક, રવાપર રોડ, અર્બન પ્રા.આ.કે. સો ઓરડી જીલ્લા પંચાયત સામે, સો ઓરડી, અર્બન પ્રા.આ.કે. વાવડી રોડ આશાપુરા પાર્ક, વાવડી રોડ, આયુષ્માન આરોગ્ય મંદિર આવસ યોજના દલવાડી સર્કલ પાસે, આયુષ્માન આરોગ્ય મંદિર રોહીદાસપરા રોહીદાસપરા, વીસીપરા, આયુષ્માન આરોગ્ય મંદિર બોરીયાપાટી બોરીયાપાટી, કેનાલ રોડ, આયુષ્માન આરોગ્ય મંદિર ગૌશાળા ગૌશાળા સામે, લીલાપર રોડ, આયુષ્માન આરોગ્ય મંદિર વિદ્યુતનગર વિદ્યુતનગર, મોરબી-૨, આયુષ્માન આરોગ્ય મંદિર શક્તિ સોસાયટી શક્તિ સોસાયટી, મોરબી-૨, આયુષ્માન આરોગ્ય મંદિર રાજનગર રાજનગર, પંચાસર રોડ, આયુષ્માન આરોગ્ય મંદિર કુબેરનગર કુબેરનગર, વાવડી રોડ ખાતે લાભ લઈ શકાસે તેમ આરોગ્ય અધિકારી મોરબી મહાનગરપાલિકાએ યાદીમાં જણાવેલ છે.




Latest News