મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ બે પૈકીના એક યુવાનનું મોત


SHARE







હળવદના ચરાડવા નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ બે પૈકીના એક યુવાનનું મોત

હળવદના ચરાડવા ગામ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઇ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા બે યુવાન પૈકી એક યુવાનનું મોત નીપજ્યું છે જેથી અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે રહેતા સમરજીતસિં ચંદ્રેશવરસિંગ (18) અને અંકિતસિંગ રામેશ્વરસિંગ (17) નામના બે યુવાનો ચરડવા ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું ડબલ સવારી બાઈક ચરડવા ગામ નજીક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બંને યુવાનોને ઇજા થઈ હતી જેમાં સમરજીતસિંગને વધુ ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માતના બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ પર નિર્મલ વિદ્યાલયની સામેના ભાગમાં રહેતા જયંતીભાઈ નાનજીભાઈ અમૃતિયા (63) નામના વૃદ્ધ યદુનંદન ગૌશાળા તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News