મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો દેતા ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત


SHARE

















મોરબીના મહેન્દ્રનગર ગામે માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો દેતા ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત

મોરબીના મહેન્દ્રનગર ગામે વણકરવાસમાં રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે વણકરવાસની અંદર રહેતા દયાબેન વિજયભાઈ પરમાર (ઉંમર ૨૧) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે યુવતીના આપઘાતના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ એફ.આઈ. સુમરા ચલાવી રહ્યા છે.વધુમાં મળતી વિગતો મુજબ મૃતક દયાબેનને તેની માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો આપ્યો હતો તે બાબતનું મનમાં લાગી આવતા દયાબેને ઉપરોક્ત અંતિમ પગલુ ભરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું.

ઝેરી દવા પીધી

મોરબી નજીકના બહાદુરગઢ ગામની સીમમાં વાડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં ભયુભાઈ ભાયલાના પત્ની સાયકુંબેન (૨૫) એ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાના કારણે મોરબીની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તે હાલમાં સંપૂર્ણ ભાનમાં હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી રહી છે અને વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો એક વર્ષનો છે અને તેને સંતાનમાં કોઈ બાળક નથી.જોકે જાણવા મળ્યા પ્રમાણે પરિણીતાએ પતિ પાસે કોઇકામ માટે ૫૦ રૂપીયા માંગ્યા હતા અને પતિએ પૈસા ન આપતા લાયકુબેને ઝેરી દવા પીધી હતી..! હાલમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડાંગર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

 




Latest News