મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારને સહાય મળે તે માટે કવાયત


SHARE













મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારને સહાય મળે તે માટે કવાયત 

ગુજરાત સરકાર દ્વારા કોરોનાના લીધે અવસાન પામેલા લોકોના પરિવારને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે ત્યારે મોરબીના માજી ધારાસભ્ય દ્વારા લોકોને મદદરૂપ થવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સહાય મેળવવા માટે જે ફોર્મ ભરવાના છે તેના માટેની જરૂરી માહિતી આપવા માટે તેમજ મદદ કરવા માટે તેઓની ઓફિસે જ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. 

મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ છે કેવૈશ્વિક મહામારી કોવિડ-૧૯ કોરોનામાં દુઃખદ અવસાન પામેલા દિવંગતોને ગુજરાત સરકાર દ્વારા ૫૦૦૦૦ ચુકવવામાં આવશે આ પ્રકારનો ઠરાવ કરવામાં આવેલ છે ત્યારે દિવંગતના પરિવારજન દ્વારા એક ફોર્મ ભરવાનું છે સાથે આધારકાર્ડની નકલ (અરજદાર-વારસદારની તથા અવસાન પામેલા દિવંગતની), રહેણાંકનો પુરાવો, કોરોના રિપોર્ટની તારીખ તથા અવસાનની તારીખ, કોરોનામાં થયેલ મૃત્યુનું પ્રમાણપત્ર, સહાય મેળવનાર વારસદારની બેન્ક ખાતાની વિગત અને મોબાઇલ નંબર આપવાના છે આ ફોર્મ ભરીને કલેક્ટર કચેરીએ આપવાનું છે અને તેમાં કોઈ અડચણ હોય તો તેઓની ઓફિસનો સંપર્ક કરવા કહ્યું છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૯૭૯૬ ૧૩૪૩૩ અને ૯૮૨૫૬ ૯૨૮૪૪ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News