મોરબી જિલ્લાના હળવદ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવિને પ્રેમી પંખીડાનો આપઘાત
મોરબીથી ઉતરાખંડ ફરવા ગયેલા યુવાનનો મોબાઈલ બંધ થતાં પોલીસ ધંધે લાગી ગઈ !
SHARE









મોરબીથી ઉતરાખંડ ફરવા ગયેલા યુવાનનો મોબાઈલ બંધ થતાં પોલીસ ધંધે લાગી ગઈ !
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં ડિલક્સ પાન વાળી શેરીમાં રહેતો યુવાન ગુમ થયો હોવાનું યુવાનના મોટા ભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને પોલીસે યુવાનની શોધખોળ હાથ ધરી હતી અને હાલમાં યુવાન હેમખેમ મળી આવ્યો છે ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો છે.
મોરબીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા નવલખી રોડ ઉપરના લાયન્સનગરમાં ડિલક્સ પાન વાળી શેરીમાં રહેતા રાજેશભાઈ દેવજીભાઈ પરમાર નામના ૩૫ વર્ષીય યુવાને થોડા દિવસો પહેલા પોલીસમાં જાહેર કર્યું હતું કે તેનો નાનો ભાઈ વિનોદ દેવજીભાઇ પરમાર (ઉમર ૨૮) ઘુની સ્વભાવનો હોય અને ગત તા.૧૦-૯ ના સવારે સાતેક વાગ્યે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ તેનો પત્તો ન લાગતાં વિનોદ દેવજીભાઇ પરમાર ગુમ થયો હોવાની જાહેરાત કરી હતી જેથી પોલીસે ગુમસુધા નોંધ કરીને વિનોદ પરમારની શોધખોળ હાથ ધરી દરમ્યાન હાલમાં આ યુવાન હેમખેમ મળી આવ્યો છે અને તે મોરબીથી ઉતરાખંડ અને વૈષ્ણવ દેવી બાજુ ફરવા માટે જતો રહ્યો હતો અને ત્યાં તેનો મોબાઈલ ખરાબ થઈ ગયો હોવાથી તે પોતાના પરિવારજનોના સંપર્કમાં ન હતો તેવું તેને પોલીસને જણાવ્યુ છે
