સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ


SHARE







મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ

પર્યાવરણીય સ્થાનિક સમસ્યાને અગ્રતા આપી પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટેનાં પરિણામલક્ષી પગલાં ભરવા સંકલ્પબદ્ધ થઈને ટૂંકા સમયમાં ખૂબ મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ગુજરાતમાંથી 2525 જેટલાં પર્યાવરણ સંરક્ષકોના સન્માન માટે માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ તથા અનંતા એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ટાઉનહોલ ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષક એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના માળિયા તાલુકામાંથી રત્નમણિ પ્રાથમિક શાળા મોટીબરારના શિક્ષક અનિલ બદ્રકિયા, રાસંગપર પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશ ગામી અને સુલતાનપુર પ્રાથમિક શાળાના શિક્ષક ચેતન વનાળીયાને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.






Latest News