મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ
મોરબી : ડુપ્લીકેટ બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ
SHARE








મોરબી : ડુપ્લીકેટ બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ
ગેરકાયેસરનો કારોબાર કરનાર સામે કાયદેશર કાર્યવાહી કરવા પોલીસ વિભાગને છૂટ આપવા માંગ
છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં ડુપ્લીકેટ બિયારણો, દવાઓ, ખાતર વગેરેનું વેચાણ મોટા પાયે થઇ રહ્યું છે. અને આનો ભોગ જગતનો તાત એટલે કે ખેડૂતો થઇ રહ્યા છે. નકલી બિયારણો, ખાતર, બિયારણથી ખેડૂતોને તેની નીપજ નિષ્ફળ જતા કે ઓછી નીપજ થતા નુકશાન ભોગવવાની નોબત આવે છે. ખેડૂતો આત્મહત્યાના માર્ગે જવા મજબુર બને છે. ગુજરાતના ખેડૂતોને ઘણો આપત્તિઓ સામે લડવાનું આવે છે.જેમ કે અતિ વૃષ્ટિ, અનાવૃષ્ટિ, જે કુદરતી આપતી ઓ સામે લડવાનું છે. તો કૃત્રિમ માનવ સર્જિત આપતી ઓ જે આવી રહી છે. જેવી કે નકલી બિયારણ, નકલી દવા, નકલી ખાતર વગેરેને કારણે ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે.
આ માનવ સર્જિત આપતી સામે જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી તેની પર આડકતરી રીતે રોક લગાવીને સરકાર જાણે કે આ ડુપ્લીકેટ, ખાતર, દવા ખાતરના ધંધાર્થીઓને બચાવવાનું કામ કરવા માટે જાણે કે સરકાર રીતસર બહાર આવી ગઈ હોય તેવો માહોલ હાલમાં બનવા પામેલ છે.આમ આ ગુજરાત પોલીસની આ ડુપ્લીકેટ ખાતર બિયારણ અને દવા ઉપર થઇ રહેલ કાર્યવાહી અવરોધવાનું કામ કરી ડુપ્લિકેટ કારોબારના માફિયાઓને છાવરવાનું કામ કરવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આ સમજવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ એક પરીપત્ર તે મુજબ હવેથી પોલીસ વિભાગ કોઈ ખેડૂત કે અન્ય કોઈની આ ડુપ્લીકેટ માફિયાઓ સામેની ફરિયાદ ખેતીવાડી વિભાગની પૂર્વ મંજુરી વગર લઇ શકશે નહિ. અને તાત્કાલિક કાર્યવાહી નહિ થઇ શકવાના કારણે આ માફીયાઓને પોતાના કરતૂતો છુપાવવા માટે પુરાવાઓ નાશ કરવાનો સમય મળશે. આમ હવે આ ડુપ્લીકેટ માફિયાઓને ગુજરાતમાં કોઈનો ડર રાખવાની જરૂર નથી ? સરકાર દ્વારા આ બાબતે ડુપ્લીકેટ માફિયાઓ તરફી હોય તેવો માહોલ હાલમાં દેખાય રહ્યો છે.? અને ખડૂતો લાચાર, અસહાય છે.તો આમ આ ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર આ પરીપત્ર રદ કરવા તેમજ આવા માફિયા લોકો સામે કડક હાથે કામ લેવામાં આવે તેવો નિયમ બનાવીને ખડૂતોને બચાવવા યોગ્ય કરવા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ માંગણી કરેલ છે અને જો આવું કરવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.તેવી ચીમકી ઉચરવામાં આવેલ છે.

