મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને ક્લાર્કની પડતર માંગણીઓ નહીં સંતોષતા 187 અધિકારીઓની માસ સીએલ


SHARE









મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને ક્લાર્કની પડતર માંગણીઓ નહીં સંતોષતા 187 અધિકારીઓની માસ સીએલ

રાજ્યના મહેસુલી કર્મચારીઓની પડતર માંગણીઓને સંતોષવામાં આવી રહી નથી જેથી કરીને જુદાજુદા કાર્યક્રમો રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા આપવામાં આવે છે તેના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યમાં માસ સીએલનો આદેશ રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ કરવામાં આવેલ હતો જેથી મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ મળીને 187 અધિકારીઓએ માસ સીએલ મૂકી છે અને હડતાળમાં જોડાઇને સમર્થન આપ્યું છે.

રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા પડતર માંગણીઓ સરકારે ધ્યાને લીધેલ નથી જેથી કરીને માસ સીએલનો આદેશ કર્યો હતો જેથી આજે મોરબી જીલ્લામાં અધિકારીઓએ દ્વારા માસ સીએલ મૂકવામાં આવેલ છે જેથી કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીમાં અધિકારીઓ કામ ઉપર ન હોવાથી ગામડેથી આવેલ અરજદારોને હેરાન થવું પડ્યું હતું જો કે, માસ સીએલ મૂકીને હડતાળને સમર્થન આપીને તેમાં જોડાયેલા અધિકારીઓએ જણાવ્યુ હતું કે, વર્ષ 2012 ના નાયબ મામલતદારોની પ્રવર્તા યાદી તૈયાર કરવી, કર્મચારીઓને સ્વવિનંતીથી જિલ્લા ફેર બદલીની માંગણીઓને મંજુર કરવી, 2015ના ક્લાર્કને નાયબ મામલતદારનું પ્રમોશન આપવું, રેવન્યુ તલાટીઓની પૂર્વ સેવા તાલીમની પરીક્ષાનું પરિણામ જાહેર કરવ્યું, એલ.આર.કયુ. પરીક્ષાનું આયોજન કરવું, ફીડબેકના આધારે જિલ્લા ટ્રાન્સફર કરેલ તમામ કર્મચારીઓની બદલી હુકમ રદ કરવા અમે અધિકારી તેમજ કર્મચારીને સાંભળીને નવા હુકમો કરતાની માંગ કરેલ છે અને આજે મોરબી જીલ્લામાં માસ સીએલ મૂકીને 97 નાયબ મામલતદાર, 55 રેવન્યુ તલાટી અને 35 રેવન્યુ ક્લાર્ક દ્વારા હડતાળને સમર્થન આપીને પેન ડાઉન કરવામાં આવેલ છે. અને તેઓની પડતર તેમજ વાજબી માંગણીઓને સંતોષવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News