વાંકાનેરના રંગપર નજીક દુકાન પાસે જુગાર રમતા ત્રણ શખ્સ 10,400 ની રોકડ સાથે પકડાયા મોરબી મહાપાલિકા વિસ્તારમાં પીએચસી ખાતે આરોગ્ય કેમ્પ યોજાયા મોરબી આલાપ રોડ ઉપર ગરમ દાળના તપેલામાં પડી જતા બાળકનું મોત માળીયા (મી) નજીકથી જુદીજુદી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 21 અબોલજીવને બચાવ્યા વાંકાનેર તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબી જિલ્લાના ૨૪ ગામની ૨૪ અધિકારીઓએ દ્વારા લેવામાં આવી આકસ્મિક મુલાકાત મોરબીમાં પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શ્રીઆદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતી સાદગીથી ઉજવાઇ વાંકાનેરના જાલીડા ગામે તળાવ રિપેરીંગના ૩૯.૯૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરતાં જિજ્ઞાસાબેન મેર
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા  દ્વારકા પગપાળા યાત્રાળુઓને આશ્રય આપવામાં આવ્યો


SHARE













મોરબી મહાનગરપાલિકા દ્વારા  દ્વારકા પગપાળા યાત્રાળુઓને આશ્રય આપવામાં આવ્યો

મહેસાણાન પામોલ ગામથી ૩૦ પદયાત્રિકો દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા યાત્રા નિકડ્યા હતા દરમ્યાન રાત્રીના ૧૧ વાગ્યે મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રોકાણ કરવામાં આવેલ એ સમયે સંસ્થા સ્ટાફ દ્વારા તેઓને રાત્રી ભોજન કરાવીને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો આ રીતે સંચાલક ટીમના પ્રતિનિધિઓએ સરકારી વિભાગોના સુચારૂ સંકલન દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા જતા યાત્રીઓનું સ્વાગત કરી રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરી અતિથી દેવો ભવઃ ની પરંપરા નિભાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે,ઓક્ટોમ્બર ૨૦૨૪ થી શરૂ થયેલા મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ (રેનબસેરા) ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકોને આશ્રય સાથે ભોજન, આજીવિકા, હેલ્થ કેમ્પ સરકારી યોજનાઓના લાભો સહિતની સુવિધાઓ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ તથા મોરબી મહાનગરપાલિકા UCD વિભાગના સહકારથી સંપૂર્ણ પણે નિઃશુલ્ક આપવામાં આવે છે.જરૂરિયાતમંદ લાભાર્થીઓ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ્યઉદ્યોગ કેળવણી સંસ્થાનો મો.નં.97265 01810 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News