મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં મકરસંક્રાતિ વિષય ઉપર ચિત્રસ્પર્ધાનુ આયોજન


SHARE













મોરબીમાં મકરસંક્રાતિ વિષય ઉપર ચિત્રસ્પર્ધાનુ આયોજન

તૈયાર કરેલ કૃતિ તા.૨૪ ડિસેમ્બર સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાની રહેશે

ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટૂ સ્પોટર્સ”ના અભિયાનની નવતર પહેલ કરી છે.રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની  ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે “મકરસંક્રાતિ” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે.

જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૩ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર અને રાજય કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૩ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ યોજવામા આવશે. જેમાં ૮ થી ૧૩ વર્ષના(જન્મ તા.૩૧-૧૨-૨૧ ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે એ-૪ સાઈઝના ડ્રોઈંગ પેપર ઉપર “મકરસંક્રાતિ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી કૃતિની પાછળ નામ, સરનામું, જન્મતારીખ, સ્કુલનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી લખી આધારકાર્ડની નકલ સાથે તા.૨૪-૧૨-૨૧ બપોરે ૧૨ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી રૂમ નંબર ૨૩૬-૨૫૭, બીજો માળ તાલુકા સેવાસદન, લાલબાગ, મોરબી ખાતે મોકલવાની રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીએ યાદીમાં જણાવેલ છે.

રોટરી ક્લબ દ્વારા રવિવારે જટિલરોગો માટે વૈદિક નિદાન કેમ્પ

મોરબી રોટરી ક્લબ દ્વારા આવતી તા. ૨૮-૧૧ ને રવિવારે સવારે ૯ થી ૫ શ્રી લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ દવાખાનું, શાક માર્કેટની સામે, મોરબી ટાઉન હોલની બાજુમાં મોરબી ખાતે નાડી પરીક્ષણ દ્વારા રોગોનો નિદાન કેમ્પ યોજાનાર છે.કેમ્પમાં ગીર(સાસણ) ના પ્રખર વૈદ જીગ્નેશભાઈ પટેલ નાડી તપાસીને નિદાન કરશે.નિ:શુલ્ક નિદાન કેમ્પમાં જુના-હઠીલા રોગો તેમજ તમામ જગ્યાએ બતાવ્યા બાદ થાકીને નિરાશ થઇ ગયા હોય તેવા તમામ દર્દીઓએ કેમ્પ ચૂકવા જેવો નથી તેમ આયોજકોએ જણાવ્યું છે.કેમ્પનો લાભ લેવા અગાઉથી નામ નોંધાવવાના રબેશે. નામ નોંધણી કરાવમારની જ તપાસણી કરવામાં આવશે.નામ નોંધાવવા માટે ભરતભાઇ કાનાબાર (મો.૮૮૪૯૦ ૩૧૦૦૮), સિદ્ધાર્થભાઈ જોશી (મો.૯૨૨૮૮ ૯૭૩૭૨) અથવા હરીશભાઇ શેઠ (મો.૯૩૭૬૧ ૬૧૪૦૬)  નો સંપર્ક કરવાનો રહેશે તેમ આયોજકોએ યાદીમાં જણાવ્યું છે.






Latest News