મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વમંજુરી વિના ચારથી વધુ લોકોને એકત્રિત ન થવા અને સભા-સરધસ ન કાઢવા હુકમ 


SHARE









મોરબીમાં પૂર્વમંજુરી વિના ચારથી વધુ લોકોને એકત્રિત ન થવા અને સભા-સરધસ ન કાઢવા હુકમ 
 
મોરબી જિલ્લાની ગ્રામપંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને લાગુ મત વિસ્તારમાં સુલેહ-શાંતિ તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાના મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્રારા આગામી તા.૨૪-૧૨ સુધી ગ્રામપંચાયત મતદાન વિસ્તારમાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓ એકત્ર ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે. આ હુકમ ફરજ ઉપર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિ તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.
 

હથિયારોનું પ્રદર્શન કરવા પર પ્રતિબંધ
 
મોરબીમાં ગ્રામપંચાયત ચૂંટણી હેઠળના વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તા.૨૪-૧૨ સુધી મોરબી જિલ્લાના ગ્રામપંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારમાં લાયસન્સવાળા હથિયારો જાહેરમાં લઈને જવા ઉપર પ્રતિબંધ લાદવા અને અન્ય હથિયારો તીક્ષ્ણ અને મારક હથિયારો જેવા કે તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી, લાઠી, સળગતી મશાલ તથા બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઈજા કરી શકાય તેવા હથિયારો જાહેરમાં પ્રદર્શિત પર પ્રતિબંધ માટે મોરબી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારે જાહેરનામાં દ્વારા આદેશ કર્યો છે. આ આદેશ અન્વયે હથિયારો સાથે ફરજ બજાવતા હોમગાર્ડ પોલીસ તથા આર્મડ ફોર્સના અધિકારીઓ અને કર્મચારીઓ તથા જેઓને સમક્ષ અધિકારીએ ખાસ પરવાનગી આપી હોય તેને લાગુ પડશે નહી.



Latest News