મોરબી રાજપુત આગેવાનની રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણ વિભાગમાં બિનહરીફ વરણી
SHARE









મોરબી રાજપુત આગેવાનની રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણ વિભાગમાં બિનહરીફ વરણી
મોરબીના રાજપુત આગેવનની તજેતરમાં રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લી. ની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી યોજાઈ હતી.બિનહરીફ યોજાયેલ ચુંટણી બાદ હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણ વિભાગના પ્રમુખ તરીકે હાલમાં રવજીભાઈ હીરપરાની અને ઉપપ્રમુખ તરીકે મોરબી તાલુકાના રંગપર ગામના વતની અને રાજપુત આગેવાન મહેન્દ્રસિંહ દિલુભા ઝાલાની તેમજ મેનેજીંગ ડિરેકટર તરીકે ધીરૂભાઈ ધાબલીયાની બિનહરીફ વરણીઓ કરવામાં આવેલ છે. નોંધનીય છેકે મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા છેલ્લા પંદર વર્ષથી સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.જેમાં રંગપર ગામમાં સહકારી મંડળીના વ્યસ્થાપક કમિટીના સભ્ય તરીકે, મોરબી માર્કેટિંગ યાર્ડમાં પાંચ વર્ષ સુધી સભ્ય તરીકે નિયંત્રીત બજાર સંઘમાં કારોબારી સભ્ય તરીકે રહયા બાદ હવે તેઓ સહકારી પ્રેસના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.
પોસ્ટ ઓફીસમાં ૧ ડિસેમ્બરે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો કેમ્પ યોજાશે
મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે આગામી તા.૧-૧૨ ને બુધવારના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના અને સોવેનિયર ગોલ્ડ બોન્ડ કેમ્પનું આયોજન પોસ્ટ વિભાગ દ્રારા કરવામાં આવેલ છે.મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસે તા.૧-૧૨ ને બુધવારના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના અને સોવેનિયર ગોલ્ડ બોન્ડ કેમ્પ યોજાનાર છે જેમાં ૦ થી ૧૦ વર્ષની કન્યાઓ માટે લોકો સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળનું ખાતું ખોલાવી શકશે.જેમાં દીકરીનો જન્મ તારીખનો દાખલો, વાલીના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સાથે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે.યોજનાનું ફોર્મ સ્થળ ઉપર જ ભરીને પરત જમા કરાવવાનું રહેશે. રૂ.૨૫૦ થી ખાતું ખુલશે તેમજ સોવેનિયર ગોલ્ડ બોન્ડ હેઠળ રોકાણ કરવા માંગતા લોકોએ આધારકાર્ડ, પાનકાર્ડ, બૅંક પાસબુક સહિતના ડોક્યુમેન્ટ સાથે તા.૨૯-૧૧ થી ૩-૧૨ સુધી પોસ્ટ ઓફિસમાં જે.આર.રાવલ (મો.૯૮૭૯૮ ૭૩૬૨૪) નો સંપર્ક કરવા તેઓએ યાદીમાં જણાવેલ છે.
