મોરબી રાજપુત આગેવાનની રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણ વિભાગમાં બિનહરીફ વરણી
મોરબીમાં શાળા પાસેની ગંદકી બાળકોના હીતમાં દુર કરવા લેખીત રજૂઆત
SHARE









મોરબીમાં શાળા પાસેની ગંદકી બાળકોના હીતમાં દુર કરવા લેખીત રજૂઆત
મોરબીના વોર્ડ નંબર ૧૧ માં આવતા શનાળા બાયપાસ લાયન્સનગરમાં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ આંગણવાડીના મેદાનમાં ગંદકીના ગંજ તેમજ બાવળના જંગલ સર્જાયા હોય શાળા છે બાજુમાં આંગણવાડી છે જે ઘણા વર્ષોથી બંધ હોવાના કારણે ગંદકી વધતી જતી હોય બાળકોના આરોગ્ય સાથે સંકળાયેલ સમસ્યા દુર કરવા વારંવાર પાલીકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પગલા લેવાતા ન હોય આંગણવાડી પાસે અતિશય ગંદકી અને કચરો વધી રહ્યો છે. લોકો કુદરતી હાજતે પણ જતા હોય તીવ્રવાસ પણ આવે છે.જેથી બાળકોના આરોગ્ય જોખમાઇ રહ્યુ છે.આંગણવાડી ભૂકંપગ્રસ્ત હોવાથી આંગણવાડીનું રીનોવેશન કરવામાં આવે અથવા તો નવી આંગણવાડી બનાવવામાં આવે તેવી માંગ ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે. વર્ષો જૂનો પ્રશ્ન હોય તેને વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગ અહીંના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ આઈ.સી.ડી.એસ. કચેરીમાં બાલ વિકાસ યોજનાના અધિકારીને કરેલ છે.
