મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માંગતી પત્નીને પતિએ માર માર્યો


SHARE













વાંકાનેરના પંચાસિયામાં ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માંગતી પત્નીને પતિએ માર માર્યો

વાંકાનેરના પંચાસિયા ગામે ચમારવાસમાં રહેતી મહિલાએ તેના પતિ પાસે ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માગ્યા હતા ત્યારે તેના પતિ દ્વારા તેને લાકડી વડે હાથે પગે અને કમરના ભાગે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ચમારવાસમાં રહેતા મનીષાબેન દિલીપભાઈ ચૌહાણ (29)હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીએ પોતાના ઘર માટે ચીજ વસ્તુઓ લેવા તેના પતિ પાસે પૈસા માંગ્યા હતા ત્યારે તેના પતિએ ફરિયાદીને લાકડી વડે હાથે પગે અને કમરના ભાગે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સામતાણીની વાડીમાં રહેતા પ્રદીપભાઈ રમેશભાઈ (19) નામનો યુવાન બાઇક લઈને રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન સાથે બાઈક આથડતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના વણકરવાસ વિસ્તારમાં રહેતો મનોજ ચંદુભાઈ જાદવ (19) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા યુવાને ક્યાં કારણોસર દવા પીધી હતી તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે




Latest News