વાંકાનેરના રંગપર નજીક દુકાન પાસે જુગાર રમતા ત્રણ શખ્સ 10,400 ની રોકડ સાથે પકડાયા
SHARE








વાંકાનેરના રંગપર નજીક દુકાન પાસે જુગાર રમતા ત્રણ શખ્સ 10,400 ની રોકડ સાથે પકડાયા
વાંકાનેરના રંગપર ગામની સીમમા કરીયાણાની દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાર પોલીસે જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી ત્રણ શખ્સોને 10,400 ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેરના રંગપર ગામની સીમમા સ્લીપ કારખાનાની બાજુમા આવેલ સુર્યકૃપા કરીયાણાની દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે આરોપી પ્રદીપભાઈ અનકભાઈ બછીયા (30) તેમજ સેમરાજ રાજુભાઈ ખાચર (20) રહે. બંને રંગપર અને રવુભાઈ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઈ કાળીયા (36) રહે. ભલગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 10,400 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

