મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ગોર ખીજડીયાના પાટીયા પાસે રીક્ષા પલટી: ઇજા પામેલ 6 મહિલા સારવારમાં


SHARE









મોરબીના નવલખી રોડે ગોર ખીજડીયાના પાટીયા પાસે રીક્ષા પલટી: ઇજા પામેલ 6 મહિલા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી રીક્ષા પસાર થઈ હતી ત્યારે રીક્ષા કોઈ કારણસર પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલ છ મહિલાઓને નાના મોટી ઈજાઓ થયો હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે તે રીક્ષાની અંદર મોરબીના વનાળીયા ગામે રહેતા અમીનાબેન ગુલામહુસેન સુમારા (45), જીલુબેન તૈયાબભાઈ સુમરા (55), રૂખીબેન જગાભાઈ રાઠોડ (70), કુંવરબેન કેશવલાલ રાઠોડ (60) સાયરાબેન હનીફભાઈ સુમરા (56) અને મંજુલાબેન જેન્તીભાઈ રાઠોડ (40) બેઠેલા હતા દરમિયાન કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલા તમામ મહિલાઓને નાના મોટી ઈજાઓ થઈ હોવાથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધને મારમાર્યો

મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા મસરીભાઈ મેરૂભાઈ (70) નામના વૃદ્ધને મોરબીના પાવડીયારી બસ સ્ટેશન પાસે તથા વાઘપર ગામે મારામારીના બનાવમાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News