મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

લાલબતી સમાન કિસ્સો: મોરબીમાં સગીરાએ મરજીથી શરીર સબંધ બાંધતા ગુપ્ત ભાગે ઇજા થવાથી સારવારમાં


SHARE









લાલબતી સમાન કિસ્સો: મોરબીમાં સગીરાએ મરજીથી શરીર સબંધ બાંધતા ગુપ્ત ભાગે ઇજા થવાથી સારવારમાં

વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબતી કહી શકાય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે તેવી જ રીતે મોરબીમાં એક સગીરાએ પોતાની મરજીથી એક વ્યક્તિ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ તે સગીરાને ગુપ્ત ભાગે ઇજા થયો હોવાના કારણે વધુ લોહી વહી ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

છેલ્લા વર્ષોમાં સગીરા સાથે દુષ્કર્મ, દુષ્કર્મનો પ્રયાસ, છેડતી, અપહરણ, અપહરણનો પ્રયાસ વગેરે જેવી ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે તેવામાં મોરબી શહેરી વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીએ એક વ્યક્તિ સાથે પોતાની મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારે તે સગીરાને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થયેલ હતી જેથી તેને વધુ પ્રમાણમાં લોહી વહી ગયું હતું માટે સગીરાને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ બનાવ સંદર્ભે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી

ઝેરી દવા પી જતાં સારવારમાં

થાન તાલુકાના હીરાણા ગામના રહેવાથી બાબુભાઈ મગનભાઈ રંગપરા (36) નામના યુવાને પોતે પોતાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

સુરજબારી પુલ પાસે એસટી બસની પાછળના ભાગમાં વાહન અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા સુલતાનભાઇ તાજમહમદભાઈ રાઉમા (35) નામના યુવાનને ઇજાઓ થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News