મોરબીના સરતાનપર રોડ ઉપર પતરું ઉડીને માથે પડતા બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં
મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
SHARE








મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ રાખવામા આવેલ હતો જેમાં તમામ શિક્ષકોનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શાળાના તમામ શિક્ષકોને હેલ્થ અને એક્સિડન્ટ વીમા પોલિસી કવર, શૈક્ષણિક કીટ, જાણતા રાજા નાટકની ટિકિટ પણ આપવામાં આવી હતી. આ વર્ષે શાળામાં નવા જોડાતા આચાર્યોને નિમણુંક સન્માનપત્ર, શાળા છોડતા આચાર્યોને વિદાય સન્માન સ્મૃતિચિન્હ આપવામાં આવ્યા હતા. અને 31 શિક્ષકો અને મેનેજમેન્ટ વિભાગના 24 સભ્યોને શિલ્ડ,પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમાંકને પ્રાપ્ત કરનારને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં એસપી રાહુલ ત્રિપાઠી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, ગાયત્રી પરિવારના સભ્યો , આર્યસમાજના સભ્યો, માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સભ્યો સહિતના હાજર રહ્યા હતા. તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ હતુ

