મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહીશાળા ગામેથી ઉઠ્યો પાણીનો પોકાર: પ્રદુષિત પાણી ઢોરને પીવડાવવા અને વાપરવા લોકો મજબૂર


SHARE







માળીયા (મી)ના રોહીશાળા ગામેથી ઉઠ્યો પાણીનો પોકાર: પ્રદુષિત પાણી ઢોરને પીવડાવવા અને વાપરવા લોકો મજબૂર

મોરબી જીલ્લા ના માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામે છેલ્લા 20 થઈ 25 દિવસની નિયમિત રીતે પાણી મળતું નથી જેથી કરીને ગામના લોકો ને પાણીના ટેન્કર મંગાવવા પડે અથવા તો તળાવનું પ્રદૂષિત પાણી પીવા અને વાપરવા માટે ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગામના લોકોએ આજે ગામના ઝાપા પાસે માટલા ફોડીને પાણી આપવાના સૂત્રોચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો

સરકાર દ્વારા નળ ત્યાં  જળ ની વાતો કરવામાં આવે છે પરંતુ આજની તારીખે ગુજરાતના ઘણા ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં પાણી માટે લોકોને રજળપાટ કરવો પડતો હોય તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે આવો જ ઘાટ માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામે પણ જોવા મળી રહ્યો છે આ ગામમાં છેલ્લા 20 થી 25 દિવસથી પાણી નિયમિત રીતે મળતું નથી જેથી કરીને ગામના લોકોને પાણી માટે થઈને હાલાકીનો સામનો કરવો પડે છે આ ગામમાં 400 થી વધુની વસ્તી છે અને માલધારીઓના માલઢોર પણ છે જો કે, પીવા માટેનું પાણી તેઓને મળતું નથી જેથી કરીને લોકોએ ગામની પાસે બાજુમાં આવેલ તળાવ કે જેમાં આસપાસના ઔદ્યોગિક એકમમાંથી કેમિકલ છોડવામાં આવે છે તે કેમિકલ યુક્ત પાણીનો ઘર વપરાશ માટે તથા ઢોરને પીવડાવવા માટે થઈને ઉપયોગ કરવુ પડતું હોય છે અને જેના કારણે ગામમા રોગચાળો ફાટી નીકળે તેવી પણ શક્યતાઓ છે

આ ગામના રહેવાસી વિપુલભાઈ ક્લારિયા, લાલીતાબેન પટેલ તેમજ સંદીપભાઈ ક્લારિયા સહિતના લોકોએ જણાવ્યુ હતું કે, આ ગામની અંદર પીવાનું પાણી લોકોને નિયમિત રીતે અને પૂરતા પ્રમાણમાં મળતું નથી જેથી કરીને ગામના આગેવાનો દ્વારા અધિકારીઓ તથા રાજકારણીઓને એક નહીં પરંતુ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ તેઓનો પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પાણી આપવાની ખાતરી આપીને મત લઈ જાય છે ત્યારબાદ ગામના લોકોને પાણી મળતું નથી અને આવી જ રીતે છેલ્લા ઘણા વર્ષોથી લોકોને ઉનાળામાં પાણી માટે હેરાન થવું પડે છે જેથી લોકો પાણી આપવાની આજની તારીખે પણ માંગ કરી રહ્યા છે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લામાં નર્મદાની એક નહીં ત્રણ ત્રણ કેનાલો આવે છે તેમ છતાં પણ સિંચાઈના પાણી માટે અને પીવાના પાણી માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.

ખાસ કરીને વાત કરીએ રોહીશાળા ગામની તો આ ગામના આગેવાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી તેઓના ગામમાં પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી મળે તેવી માંગ કરવામાં આવે છે પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જોકે કોઈ કોન્ટ્રાક્ટર આવતા નથી તેવી વાતો કરવામાં આવે છે તો શું કોન્ટ્રાક્ટર ગોતવા માટે ગામના લોકોને જવું પડશે ? આવો અણીદાર સવાલ ગામના આગેવાન દ્વારા કરવામાં આવ્યો હતો અને ગામના લોકોની હાલાકી દૂર થાય અને પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની તેને માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, પાણીએ જીવન જરૂરિયાતની વસ્તુ છે જેથી કરીને લોકોને સમયસર પાણી મળે તેની વ્યવસ્થા સરકાર અને તંત્રએ કરવાની હોય છે પરંતુ તંત્ર અને સરકારની બેદરકારીને કારણે માળિયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામે લોકોને છેલ્લા ઘણા દિવસથી પીવા માટેનું પાણી મળતું નથી ત્યારે પાણીજન્ય રોગ ફેલાય કે પછી પાણી માટે ગામના લોકોને હિજરત કરવી પડે તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ અહીં ઉઠી રહ્યો છે

જે પ્રશ્ન હશે તેને વહેલી તકે ઉકેલવામાં આવશે: કાર્યપાલક ઇજનેર

માળિયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામે પીવા માટેનું પાણી મળતું નથી તેવું ગામના લોકો કહે છે જેથી આ બાબતે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.એસ. દામા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, પાણી વિતરણ તો કરવામાં આવે જ છે જો કે, મોટરનો ઇસ્યુ છે તેવો વહેલી તકે નિકાલ કરીને ગામના લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી તેઓએ આપેલ છે. 






Latest News