મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં સગર્ભા, બાળકો સહિત ૪૭,૧૧૨ લોકોનું રસીકરણ કરાયું
મોરબીમાં કમોસમી વરસાદ દરમ્યાન વીજળી પડતાં નુકશાન: હોર્ડીંગ બોર્ડ-વૃક્ષો તૂટી પડ્યા
SHARE








મોરબીમાં કમોસમી વરસાદ દરમ્યાન વીજળી પડતાં નુકશાન: હોર્ડીંગ બોર્ડ-વૃક્ષો તૂટી પડ્યા
મોરબીના સોલંકીનગર ગામે મંદિર ઉપર વીજળી પડી હતી જેથી મંદિરની છત તૂટી પડી હતી જોકે કોઈને ઈજા થયેલ નથી પરંતુ મંદિરમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ હોવાનું ગામના લોકો પાસેથી જાણવા મળેલ છે
ગઈકાલે રાત્રિના દસેક વાગ્યાથી મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ભારે પવન ઉપડ્યો હતો અને ત્યારબાદ ધીમીધારે વરસાદ પણ વરસ્યો હતો અને કમોસમી વરસાદના કારણે જુદી જુદી જગ્યાએ નાના મોટી નુકસાની થયેલ છે ત્યારે મોરબીના સોલંકીનગર ગામે ભારે પવન અને કમોસમી વરસાદના કારણે હનુમાનજીના મંદિર ઉપર વીજળી પડી હતી જેથી મંદિરની છત તૂટી પડી હતી અને મંદિરમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તથા હનુમાનજીની મૂર્તિ પણ ખંડિત થઈ હોવાનું ગામના રહેવાસીઓ પાસેથી જાણવા મળે છે ઉલેખનીય છે કે, ભારે પવનના કારણે મોરબીના હાઇવે રોડ ઉપર કેટલાક હોર્ડીંગ બોર્ડ અને તોતિંગ વૃક્ષો તૂટી પડ્યા છે. જો કે, સદનસીબે કોઈ જીવલેણ અકસ્માત બનેલ નથી.

