મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા સફાઈ કામદારોએ અરજી કરવી


SHARE













મોરબી જીલ્લામાં ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા સફાઈ કામદારોએ અરજી કરવી

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ કે કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને રહેણાંકના પાકા આવાસો મળી રહે તે માટે રાજ્યમાં ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમનાં આશ્રિતોને રૂ.૧,૭૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર છે, જે અરજદારને ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે.

જે અન્વયે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે. આ યોજનાનો વધુને વધુ લાભ લેવા તથા વધુ માહિતી કે મદદ માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના નાયબ મેનેજર અને અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં. ૪૬/૪૭, મોરબીનો સંપર્ક કરવા સફાઈ કામદાર વિકાસ નિગમના જિલ્લા મેનેજર એ.એમ.છાસિયાની યાદીમાં જણાવાયું છે.




Latest News