મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ગુલાબડી પાસેથી જામગીરી હથિયાર સાથે એકની ધરપકડ


SHARE





માળીયા (મી)ના ગુલાબડી પાસેથી જામગીરી હથિયાર સાથે એકની ધરપકડ

માળીયા મીયાણાના ગુલાબડી પાસે આવેલ ઇન્ડિયા કારખાના પાસે જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા એક શખ્સને પોલીસે રોક્યો હતો અને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનું જામગીરી હથિયાર મળી આવ્યું હતું જેથી પોલીસે 3,000 ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરેલ છે.

માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળીયાના ગુલાબડી પાસે આવેલ ઇન્ડિયા કારખાના તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનું એક જામગીરી હથિયાર મળી આવ્યું હતું જેથી પોલીસે 3000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સિકંદરભાઈ મુસ્તાકભાઈ કાજેડીયા (20) રહે. સરકારી હોસ્પિટલ માળીયા મીયાણા પાસે વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે.

એક બોટલ દારૂ

મોરબીની માળિયા ફાટક ચોકડીથી મહેન્દ્રનગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 625 ની કિંમતની દારૂની બોટલ સાથે સનીભાઈ ઉર્ફે મહેશભાઈ કિશોરભાઈ વરાણીયા (24) રહે. સીરામીક સીટી પાછળ ઉમિયાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે




Latest News