મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઓપન કરવા કેમ્પ યોજ્યો મોરબીના બેલા ગામ પાસેથી બાઈકની ચોરી કરનાર બેલડી જૂના ઘૂટું રોડેથી પકડાઈ ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા સીસીરોડનું કામ શરૂ કરાયું મોરબી નજીક અગાઉ પકડાયેલ પેટકોક ચોરીના ગુનામાં એલસીબીની ટીમે વધુ બે આરોપીની કરી ધરપકડ: મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર મોરબીની એલ.ઈ.કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા માટે કરાઇ માંગ મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે રવાપર રોડે ચક્કાજામ મોરબીના હિરાસરીના રસ્તે ડિમોલેશન કરવા અને માર્કેટીંગ યાર્ડના શાક માર્કેટમાંથી આવતી વાસ દુર કરવા કલેકટર સમક્ષ લોકોની માંગ મોરબીના ગ્રીનચોક ઉપર રીડિંગ લાઇબ્રેરીને કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લી મુકાઇ
Breaking news
Morbi Today

હળવદમાં શ્રીરામ ગૌશાળા સામેથી 83 બોટલ દારૂ ભરેલ ઇકો સાથે ધ્રાંગધ્રાના બે શખ્સ પકડાયા: 3.33 લાખનો મુદામાલ કબજે


SHARE

















હળવદમાં શ્રીરામ ગૌશાળા સામેથી 83 બોટલ દારૂ ભરેલ ઇકો સાથે ધ્રાંગધ્રાના બે શખ્સ પકડાયા: 3.33 લાખનો મુદામાલ કબજે

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બાયપાસ ત્રણ રસ્તા શ્રીરામ ગૌશાળા સામેથી પસાર થતી ઇકો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 83 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને ગાડી મળીને 3,33,012 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદના માળિયા હાઇવે રોડ ઉપર આવેલ શ્રીરામ ગૌશાળા સામેથી ઇકો ગાડી નંબર જીજુએ 36 એએફ 0795 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડ દૂર 83 બોટલો મળી આવેલ હતી જેથી કરીને પોલીસે 83,012 રૂપિયાની કિંમતનો જથ્થો તેમજ 2.5 લાખ રૂપિયાની કિંમત ગાડી આમ કુલ મળીને 3,33,012 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી સદ્દામભાઈ આસમભાઈ ઓઠા (28) તેમજ અલ્તાફભાઈ મુબારકભાઈ હિંગરોજા (25) રહે. બંને માજી સૈનિક સોસાયટી કુડા ફાટક પાસે ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

એક બોટલ દારૂ સાથે પકડાયો

હળવદના ભવાનીનગર ફાટક પાસે ટેલિફોન ઓફિસ સામેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને આરોપી રાહીલભાઇ સુભાષભાઈ લોલાડીયા (25) રહે. બસ સ્ટેશન પાસે હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News