મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી ઉપાડવા મુકેલ 17 પૈકી માત્ર 10 જ મોટર ચાલુ રાખતા અધિકારીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ ખખડાવ્યા


SHARE













મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી ઉપાડવા મુકેલ 17 પૈકી માત્ર 10 જ મોટર ચાલુ રાખતા અધિકારીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ ખખડાવ્યા

મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાંથી મોરબી શહેર-તાલુકા અને માળિયા તાલુકાના લોકોને પીવાનું પાણી આપવામાં આવે છે જોકે, આ ડેમના દરવાજા બદલવા માટેની કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે થઈને આજે મોરબી અને ટંકારાના ધારાસભ્ય તેમજ કલેકટર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા ત્યારે પાણી સપ્લાય માટે જે 17 જેટલી ઇલેક્ટ્રીક મોટર મુકવામાં આવી છે તેમાંથી માત્ર 10 જ મોટર ચાલુ રાખીને પાણી ઉપાડવામાં આવતું હતું તેવું સામે આવ્યું હતું જેથી એક બાજુ ગામમાં પાણી માટે લોકો બૂમો પડે છે અને બીજી બાજુ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ડેમમાં પાણી હોવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ઉપાડવામાં આવતું નથી જેથી કરીને મોરબીના ધારાસભ્ય દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીને કલેકટરની હાજરીમાં ખખડાવી નાખવામાં આવ્યા હતા અને આવતીકાલ સુધીમાં ડેમ ઉપર મૂકવામાં આવેલ તમામ મોટર ચાલુ કરીને પાણીની સપ્લાય વ્યવસ્થિત કરવાની સૂચના ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી

મોરબી નજીકના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમ આવેલ છે અને આ ડેમના 38 પૈકીના 5 દરવાજા ગયા વર્ષે બદલવામાં આવ્યા હતા જોકે, આ વર્ષે એકીસાથે 33 દરવાજા બદલવા માટેની કામગીરી ચાલી રહી છે અને લગભગ આ મહિનાના અંત સુધીમાં તમામ દરવાજા બદલવા માટેની કામગીરી પૂર્ણ થઈ જવાની છે જોકે હાલમાં જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે થઈને આજે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા, કલેકટર કે.બી. ઝવેરી, ડીડીઓ, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યારે મોરબી શહેર-તાલુકા અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સપ્લાય કરવા માટે થઈને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેના માટે હાલમાં ડેમ ઉપર કુલ મળીને 17 જેટલી ઇલેક્ટ્રીક મોટર ત્યાં મુકવામાં આવી છે પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર 10 જ મોટર ચાલુ રાખીને ડેમમાંથી પાણીનો ઉપાડ કરવામાં આવે છે તેવું જોવા મળ્યું હતું.

ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, એક બાજુ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પાણી માટે થઈને બૂમો પાડી રહ્યા છે અને રજૂઆતો કરી રહ્યા છે અને બીજી બાજુ ડેમમાં પાણી છે અને તેને ખેંચવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે ઈલેક્ટ્રીક મોટરો પણ મુકવામાં આવી છે પરંતુ અધિકારીઓ દ્વારા તે મોટરોને ચાલુ રાખવામાં આવતી નથી અને ક્ષમતા મુજબ પાણી ઉપાડવામાં આવતું નથી. જેથી લોકો હેરાન થયા છે તે ચલાવી લેવાઈ નહીં, હાલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા દૈનિક જરૂરિયાતના માત્ર 60 ટકા જેટલું પાણી ડેમમાંથી ઉપાડવામાં આવી રહ્યું છે જેથી પાણીના પ્રશ્નો ઠેરઠેર ઊભા થાય છે માટે મોરબીના ધારાસભ્યએ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.એસ. દામાને સ્થળ ઉપર અન્ય અધિકારીઓની હાજરીમાં ખખડાવી નાખ્યા હતા અને કહ્યું હતું કે, હાલમાં ડેમમાં પાણી છે અને લોકો પાણી માટે હેરાન થાય છે. અને આ ડેમમાં આગામી 10 દિવસમાં નમર્દની કેનાલ મારફતે પણ પાણી આવવાનું છે ત્યારે લોકોને જરૂરિયાત મુજબનું પાણી મળી રહે તે માટે ડેમ ઉપર મૂકવામાં આવેલ 17 એ 17 મોટર આવતીકાલ સુધીમાં ચાલુ કરવા માટેની સૂચના ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ છે.




Latest News